જગદીશ જોષી – અમે

ખોબો ભરીને અમે એટલું હસ્યાં
      કે કુવો ભરીને અમે રોઇ પડયાં.

ખટમીઠાં સપનાંઓ ભૂરાં ભૂરાં
કુંવારાં સોળ વરસ તૂરાં તૂરાં
અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં
      કે હોડી-ખડક થઇ અમને નડયાં.

કયાં છે વીંટી અને કયાં છે રૂમાલ?
ઝૂરવા કે જીવવાનો કયાં છે સવાલ !
કૂવો ભરીને અમે એટલું રડયાં
      કે ખોબો ભરીને અમે મોહી પડયાં.

      – જગદીશ જોષી (Jagdish Joshi – Amae. Poems in Gujarati. Literature and art site)

Tags :

10 thoughts on “જગદીશ જોષી – અમે”

 1. why can’t we copy and pate this songs?? when i try to select it or right click on it, it says “2005 SV all rights reserved”. my computer doesn’t have “gujarati” fonts in it. and i love this geets. but i can’t save it on my hard disk because i can’t copy and paste it. please i request u to do something about it.
  Thank you.

 2. hi SV.

  કોઇ આ ગીત નો અર્થવિસ્તાર લખી શકે? આ ગીત મને ગમે છે… બહુ નાનપણમાં આ ગીત હુ શીખ્યો હતો. પણ મને એનો અર્થ બરાબર ખ્યાલ નથી આવતો.

  આભાર.

 3. બહુ જ પસંદ આવ્યું. આ ગીત બહુ વર્ષો પછી પુન: સ્મરણપટલ પર છવાઈ ગયું. બહુ જ સરસ!!!!!!!

 4. Interesting but I am not sure if I understand it completely.

  JD
  P.S.: Why your comments are not displayed in order they were posted?

 5. Superb choice SV, this poem is a penetrating and somewhat disturbing summary of the transient triumphs and enduring disappointments of life. It swathes the ephemeral nature of joy and sorrow in simple words, the author seems to point to the value of both, tolerance and love. Worth learning by heart and reciting. Thank you.

 6. excellent SV – I love Jagdish Joshi -He is one of my favourite poets – It brought my old memories of last meeting with him at his place before his death.

 7. I loved these poems so much.I read them and feel so good.I want to read more and more. It has brought my childhood memories back.I am very happy I could found them.

Comments are closed.

અન્ય રચનાઓ...
જગદીશ જોષી – કોઈના અણસારે તમે દૂર જઈ બેઠા
જગદીશ જોષી – મને આપો ઉછીનું સુખ થોડું
જગદીશ જોષી – મને એકલા મળો
જગદીશ જોષી – ખટકો
જગદીશ જોષી – ડંખ
સમાચાર – ગુજરાતી સારસ્વત પરિચય
જગદીશ જોષી – મળશે ત્યારે
જગદીશ જોષી – ઊઠી જતાં ના આવડયું.
જગદીશ જોષી – અરે કોઈ તો
જગદીશ જોષી – હવે
જગદીશ જોષી – વાતોની કુંજગલી
જગદીશ જોષી