‘નર્મદ’ નર્મદાશંકર લાલશંકર દવે – જય જય ગરવી ગુજરાત!


જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત,
દીપે અરુણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત;
તું ભણવ ભણવ નિજ સંતજિ સઉને, પ્રેમ ભક્તિની રીત –
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.

ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત.

નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ધ રમણને, રત્નાકર સાગર;
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.

તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધ્રરાજ જયસિંગ.
તે રંગ થકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત.
જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત.

         -નર્મદ (Narmad – Jai Jai Garvi Gujarat. Poems Kavita in Gujarati. Literature and art site)

સાંભળો (click to listen)

Tags :

6 thoughts on “‘નર્મદ’ નર્મદાશંકર લાલશંકર દવે – જય જય ગરવી ગુજરાત!”

 1. Thank you very much for providing old gold to us.

  If you have that poem ” Bhomiya vina na mare bhamvata dungra” and ” jya jya nazar mari thare, yaadi bhari tya aapni” by Kalapi, Kindly arrange.

  Thanks again,

  Darshana Dushyant

 2. Thank you very much SV, you done great job for our gujarati sahitya, this is realy realy a old gold,
  thank you

 3. can I have the famous “jya jya nazar mari” written by Kalapi and sung by the famous gujarati gazal singer Manahar Udhas

 4. Please note that I want the same in audio version or in video version. I have been searching the same since a long time but alas I cannot get the same. Please help me. I will be thankful to you a lot. Please.

Comments are closed.

અન્ય રચનાઓ...
‘નર્મદ’ નર્મદાશંકર લાલશંકર દવે – યા હોમ કરીને પડો ફતેહ છે આગે
‘નર્મદ’ નર્મદાશંકર લાલશંકર દવે – નવ કરશો કોઇ શોક. રસિકડાં, નવ કરશો કોઇ શોક
‘નર્મદ’ નર્મદાશંકર લાલશંકર દવે – મર્દ તેહનું નામ