મકરન્દ દવે – હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરો

હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરો
પરેશાન, ગમગીન, પીળો ચહેરો.

ઝરણ પર વહેતી
એ રંગીન રમણા !
ખીલ્યાં પોંયણાં સંગ
સોહાગ શમણાં !

અને લોચનોની શમી આજ કેવી
મદીલી છતાં મૂક લજ્જાળુ લહેરો.

હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરો
પરેશાન, ગમગીન, પીળો ચહેરો.

વિષાદી જો વાદળમાં
એ મુખ લપાતું,
અમારું ત્યાં કેવું
કલેજું કપાતું !

હવે તો પડ્યો રાહુથી પણ ભયાનક,
શું પૃથ્વી પરે�નો આ પડછાયો ઘેરો ?

હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરો
પરેશાન, ગમગીન, પીળો ચહેરો.

હશે ઈન્દ્રપુરની
નવોઢા એ નારી ?
હશે લાડલી
દેવ કેરી દુલારી !

પિતા ! પૂછતી આજ આંખો નિમાણી:
તમારાં રતન રોળવાં શું ઉછેરો ?

હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરો
પરેશાન, ગમગીન, પીળો ચહેરો.

અજાણ્યાં ઝરૂખે
સલૂણી, સુહાની,
ભયાઁ જોબને આ
ઢળી જિંદગાની:

અરે મુક્ત આકાશી પંખીને પીંખે !
શિકારીનો પાષાણી પંજો નમેરો !

હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરો
પરેશાન, ગમગીન, પીળો ચહેરો.
         – મકરંદ દવે (Makrand Dave – Haveli ni pachhal namyo chaando kero. Poems in Gujarati. Literature and art site)

Tags :

2 thoughts on “મકરન્દ દવે – હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરો”

  1. ઘણા વખત પછી આ કાવ્ય ફરી મમળાવવાની મજા પડી.
    આપણે પાછળની પોસ્ટ પણ ક્યારેક જોતાં રહેવું જોઇએ…..

Comments are closed.

અન્ય રચનાઓ...
મકરન્દ દવે – વિધાતાએ દીકરી ઘડીને
મકરન્દ દવે – મારું એકાંત ફરી આપો
મકરન્દ દવે – નથી જ દૂર
મકરન્દ દવે – સૌંદર્યનું ગાણું મુખે મારે હજો
મકરન્દ દવે – હવે કેટલો વખત
મકરન્દ દવે – હારને હાર માની નથી
મકરન્દ દવે – કોઈ શબદ આવે આ રમતો
મકરન્દ દવે – અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ
મકરન્દ દવે – નથી કોઈ
સમાચાર – ગુજરાતી સારસ્વત પરિચય
મકરન્દ દવે – ધૂળિયે મારગ
મકરન્દ દવે – લા-પરવા !
મકરન્દ દવે – ગમતાંનો કરીએ ગુલાલ
મકરન્દ દવે નું નિધન શબ્દો સ્તબ્ધ