ગની દહીંવાલા (અબ્દુલગની અબ્દુલકરીમ) – દિવસો જુદાઈના જાય છે

ગની દહીંવાલા / Gani Dahiwala(ખાસ ડૉ. વિવેક ટેલર્ ને આભારી છીએ આ ગઝલ અભિપ્રાયમાં મોકલવા બદલ)

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.

ન ધરા સુધી,ન ગગન સુધી,નહી ઉન્નતિ,ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.

હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.

છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી ;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.

તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હદયથી જાઓ નયન સુધી.

તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.

જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

         – ગની દહીંવાલા (અબ્દુલગની અબ્દુલકરીમ) (Gani Dahiwala – diwaso joodai na jai chhe. Ghazal in Gujarati. Literature and art site)

Tags :

25 thoughts on “ગની દહીંવાલા (અબ્દુલગની અબ્દુલકરીમ) – દિવસો જુદાઈના જાય છે”

 1. આ મહામૂલી ગઝલ આખરે મળી ગઇ!!
  નાનપણથી આ ગઝલ અલપ-ઝલપ કોઇના કંઠે સાંભળવા મળતી, પણ અક્ષરસ: નહીં.
  ઘણી જગ્યાએ શોધ કરી હતી, કદાચ મારી શોધમાં ખોટ હશે, પણ આજે આનંદ અને સંતોષનો પાર નથી.
  કદચ મારી શોધ જ આ ગઝલ માટેની મારી ઉત્કંઠા તથા તરસ વર્ણવી શકે! એટલે આભાર તો કઇ રીતે માનું ? આ ગઝલ સર્વ સાહિત્ય્પ્રેમીઓ માટે પોતાના રક્તબુંદ સમાન છે એમ કહું તો અસ્થાને નહીં ગણાય.
  ગનીભાઇ, આપે અમને તૃપ્ત કર્યાં છે.
  હાર્દિક વંદન સ:
  જાગૃતિ

 2. વાહ દિવસ બની ગયો. ઘણી સુંદર ક્રુતિ !

  એસ વી, તમે મને આ ઉમરે કોમપુય્ટર ઉપર ગુજરાતી લખતાં કરી દીધો.

  I am not very good though so please pardon the mistakes.

 3. જોઈને પગલા ઉપાડયા ’તા છતા
  કંઈક ઠોકર જીદગી અા ખાઈ ગઈ
  —–રાજેશ વ્યાસ ’’મિસ્કી’’

 4. NAMSTE
  KHUB J SUNDAR CHHE .AAPNI RACHNA
  DIVSO SACHHE GYO CHHE JUDAI NA MILAN SUDHI,
  HATH ZALI NE LAY GYA CHHE MANE SAU RAJ SUDHI.

 5. Yes, indeed its one of the best Gujarati Gazals I have listen so far…

  If anyone of you might want to know, Soli Kapadia has this gazal in his album : Taari Aankh No Afini . Though its not the complete one, it has just 3 paragraphs, but still… its sung so beautifully by him.

  Thank you very much for providing the full version of such a beautiful gazal.

 6. Divaso Judai na jaye chhee – by Gani Dahiwala

  Days of separation are passing by
  They will definitely lead to meeting
  Will take me holding my hand
  My enemies, to my loved one

  Not till the horizon of the earth, and not to the sky
  Not till progress, not till the downward fall
  We only wanted to go
  oh! till each others’ minds

  You are like jewel to the poor
  Oh! dont mix the tears with the dust
  If you accept this small request
  Then go from heart through the eyes

  You are like beautiful clothes of the queen-king
  We are like scarf of poor women
  You stay on body for a moment or two
  We accompany till the coffin

  If the fire of heart becomes fierce(Gani Dahiwala = the poet of this poem)
  Then God only blessed me.
  Someone stopped my breathing and left
  so no wind reaches the fire

  Will take me holding my hand
  My enemies, to My loved one

 7. shree મનહર ભાઈ sorry “shree” in english

  િદવસો જુદાઈ ના જાઈ છે ગઝલ નો ગુજરાતી ભાષા મા અર્થ મોઅકલવા આપને નમ્ િવનંતી

  તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
  તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.
  આ શબ્દો ખરેખર હર્દય હચમચાવી નાખે છે. આંખ મા આંસુ આવી જાય. ખરેખર પુજ્ય ગાંધીજી એ ભારત દેશ ની એક ગરીબ નારી ને ફક્ત એકજ (વસ્ત્ર) ચીર (કે જે તેના લગ્ન ની ચૂંદડી પણ તે અને કફન પણ તે ) મા જોયા તે નારી પાંસે બદલાવવા માટે બીજુ વસ્ત્ર ન હતુ. ત્યારથ પુજ્ય ગાંધીજી ઍ ફક્ત એક વસ્ત્ર જ જીવન પર્યન્ત અન્ત સુધી ધારણ કરવા ની પ્રિતજ્ઞા કરી. તે ઇિતહાસ પણ તદ્રશ થાય છે.

  ચંદ્કાન્તભાઈ તન્ના ના વંદન
  માપુતુ મોઝામ્િબક ,આિફ્કા

 8. Top ranked Ghazal. From where we may know about Ganiji. Can someone throw some light on this?
  Rgds
  VB

 9. I was searching for this gazal for a long time, and finally I got it. It’s my favorite, b’coz it was my father’s favorite gazal. My father passed away a few years ago, but left behind his love to gujarati sahitya, gazals, music and his great nature. I heard him singing this gazal many times. I want myself to continue on his footsteps. I am trying to compile all his favorite collection-music, sahitya and put it in a DVD. I am really missing him 🙁

 10. I m verry happy to litsen this GAZAL in the voice of Late.Mr.Mohd Rafisaheb. Thanks for the posting of such nice gazal

 11. I love this gazal since many years. Am a singer too who sings only Gujarati songs,bhajans,garbas,&gazals. Thank you “GANI BHAI”

Comments are closed.

અન્ય રચનાઓ...
ગની દહીંવાલા (અબ્દુલગની અબ્દુલકરીમ) – મૃત્યુ પછી
ગની દહીંવાલા (અબ્દુલગની અબ્દુલકરીમ) – બોજ
ગની દહીંવાલા (અબ્દુલગની અબ્દુલકરીમ) – ખોવાણું રે સપનું