‘ઇર્શાદ’ ચિનુ મોદી – આપણા સંબંધ

ચિનુ મોદી 'ઇર્શાદ'/ Chinnu Modiઆપણા સંબંધના ઇતિહાસનો આ સાર છે
પાણીની સમજણ નથી ને વ્હાણનો આકાર છે.

આ વખત પણ પીઠ પર બેસી ગયો પાછો પવન
આપણો તો આ વખત પણ વ્હાણનો અવતાર છે.

છિદ્રવાળા વ્હાણમાંથી શું વજન ઓછું કરું ?
જીવવાની વૃત્તિનો સહુથી વધારે ભાર છે.

પાણીની પૂરી પરખ ને ઝાંઝવાં તરવાં પડે
કેમ સમજાવું તને, કે, વ્હાણ છે, લાચાર છે.

ડૂબતા ‘ઇર્શાદ’ની ચારે તરફ આજેય તે
એક શું, પાણી ભરેલાં વ્હાણ, અપરંપાર છે.

         – ચિનુ મોદી “ઇર્શાદ”(Chinnu Modi- Aapna sambandh . Ghazal in Gujarati. Literature and art site)

Tags :

2 thoughts on “‘ઇર્શાદ’ ચિનુ મોદી – આપણા સંબંધ”

  1. ચિનુ મોદીની વ્હાણને કેન્દ્રમાં રાખીને લખાયેલી સંબંધો વિશેની આ ગઝલ યોગ્યરીતે ઘણી જ પ્રસિદ્ધિ પણ પામી છે. ઉપરથી વાંચીને આગળ ચાલ્યા જવાય એવી નથી આ ગઝલ. દરેક શેર પાસે થોડું અટકીશું તો આખું જીવન અહીંથી મળી શકે છે….. આભાર, એસ.વી….

Comments are closed.

અન્ય રચનાઓ...
‘ઇર્શાદ’ ચિનુ મોદી – પૂછે તો કહું
‘ઇર્શાદ’ ચિનુ મોદી – મુક્તક
‘ઇર્શાદ’ ચિનુ મોદી – સચરાચર ન થા
‘ઇર્શાદ’ ચિનુ મોદી – ઇચ્છા
‘ઇર્શાદ’ ચિનુ મોદી – તો ?
ચિનુ મોદી – ઇશ્વર સામે પડદો રાખવો એટલે આતમને ઓઝલમાં રાખવો