આ ધોધમાર વરસે, ચોમેર ધાર વરસે,
હું કેટલુંક ઝીલું, અનહદ અપાર વરસે !
ના શ્રાવણી અષાઢી વરસાદના દિવસમાં,
એ તો અકળ અમસ્તું બસ વારવાર વરસે !
ભીંજાઉં, ન્હાઉં, ડૂભું, આઘે તણાઉં એવું,
આ નેહના ગગનનો સઘળો ય સાર વરસે !
હા જો કહું તો વરસે, ના પણ કહું તો વરસે,
કૈં ના કહું તો આવી આવી ધરાર વરસે .
છલકી જવાય એવું કે છોળ થઇ જવાતું,
ઘેઘૂર ને ઘુઘવતો એવો ખુમાર વરસે.
– નયના જાની (Nayana Jani. Anhad Apaar Varse. Kavita in Gujarati. Literature and art site)
Tags: નયના જાની
મારી ભૂલ ન થતી હોય તો નયનાબેન શ્રી રાજેન્દ્ર શુકલના પત્ની છે.
બૌજ સરસ. હું માલા મૅડમ નૉ ઍસ પી જૈન નૉ શિષ્ય છુ.
બસ અનહદ અપાર વરસે…છતાય..કેમ મારુ અન્તર તરસે…!ખુબજ સરસ…ચેતના.કે.ભગત…