બુલાખીરામ – વિનાશકાળે વિપરીત બુધ્ધિ

સીતા સમાણી સતી કોણ શાણી,
પતિ પ્રતિજ્ઞાય સદા પ્રમાણી;
કુરંગ હણવા મતિ ભ્રષ્ટ કીધી,
વિનાશકાળે વિપરીત બુધ્ધિ.        ૧

કેવા હતા કૌરવ કાળજ્ઞાની!
કુસંપમાં પાછી કરી ન પાની;
કપૈ મુઆ દ્વેષ સહિત ક્રોધી,
વિનાશકાળે વિપરીત બુધ્ધિ.        ૨

નિપુણતા ન્યાય વિષે ધરાવી,
નળે સુકીર્તિ જગમાં જમાવી;
ગુમાવી ગાદી ધ્રુતને વળૂંધી,
વિનાશકાળે વિપરીત બુધ્ધિ.        ૩

યદુપુરી યાદવ યાદ આણો,
સુરા વિષે જીવ ભલો ભરાણો;
મૂઆ મૂલી સર્વ શરીર શુધ્દિ,
વિનાશકાળે વિપરીત બુધ્ધિ.        ૪

રૂડો હતો રાવણ શાસ્ત્રોવેત્તા,
નવે ગ્રહો નિકટમાં રહેતા;
હરી સીતા કષ્ટ લહ્યું કુબુધ્ધિ
વિનાશકાળે વિપરીત બુધ્ધિ.       ૫

       – બુલાખીરામ (Bulaakhiram – Vinash Kaal ae Viparit Bhudhi. Poems in Gujarati. Literature and art site)

Tags :

5 thoughts on “બુલાખીરામ – વિનાશકાળે વિપરીત બુધ્ધિ”

 1. “વિનાશકાળે વિપરીત બુધ્ધિ” – આ કહેવત બુલાખીરામની આ કવિતાની જ દેણ છે કે પછી આ કહેવત કવિતામાં સાંકળી લેવામાં આવી છે? સંશોધન કરવા જેવું ખરૂં. કોઈ પ્રકાશ પાડી શકશે?

 2. Excellent, this is one of the gems lost in the current noise of literature. Let me answer Vivek’s query. It was the poem from which this proverb originated and not the other way round. Late Shri Bulakhiram has been a well known renaissance poet (if I may say so).

  I thank SV with all my heart in bringing this full poem to the world. Many like Vivek have no idea, that some all time famous “kahvatoes” have originated from poems.

  I also am impressed by SV for putting this in the category or લોક સાહિત્ય (lok sahitya). Bravo!

 3. I agree with Abdulbhai, this is an excellent choice. Thank you SV. My grandmother knew this poem and now I do too.

 4. મારી શંકાને પુષ્ટિ આપવા બદલ શ્રી અબ્દુલભાઈ ખત્રીનો હૃદયપૂર્વકનો આભાર! બુલાખીરામ જેવા સમયની ગર્તામાં લગભગ લુપ્ત થઈ ગયેલા કવિઓને સમયપટ પર પુનર્જીવિત કરવા માટે એસ.વી.નો પણ ઘણો જ આભાર.

 5. શિર: શાર્વં સ્વર્ગાત પશુપતિ શિરસ્ત: ક્ષિતિધરમ :
  મહિદ્રાદુત્તુંગાદવનિમવને: ચા-પિ જલધિમ /
  અધો-ધો ગંગેયં પદમુપગતાસ્તોકમથવા :
  વિવેક ભ્રષ્ટાનાં ભવતિ વિનિપાત: શતમુખ://
  છેલ્લી પંક્તિનો અનુવાદ :વિનાશકાળે વિપરીત બુદ્ધિ થાય..! સુભાષિત છે.
  વિવેકભાઇ માટે આ લખ્યું છે.આટલું જૂનું કાવ્ય મૂકવા બદલ એસ.વી નો પણ આભાર !

Comments are closed.

અન્ય રચનાઓ...