મકરન્દ દવે – લા-પરવા !


કો’ક દિન ઇદ અને કો’ક દિન રોજા,
ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં.

કાંઇ અફસોસ નહીં, કાંઇ નહીં ફિકર,
કોઇ ચીજ તણી નહીં જિંદગીમાં જિકર.
આવે ને જાય એના વેઠવા શા બોજા ?
કો’ક દિન ઇદ અને કો’ક દિન રોજા.

માન મળે, મળે ધન-ધાન, મળે સત્તા,
પાન ચાવી બીજી પળે ખાવા પડે ખત્તા.
વાહ ભાખે કોઇ રૂડી આંખે વેષ ભાળી,
આહ નાકે કોઇ ભૂંડી મોંઢે મેશ ઢાળી.
રામ મારો રૂદે હસે, રંગ નહીં દૂજા:
કો’ક દિન ઇદ અને કો’ક દિન રોજા.

હાલ્યા કરે દુનિયાની વણઝાર ગાંડી,
કોણ બેઠું રહે એની સામે મીટ માંડી ?
દૂધ મળે વાટમાં કે મળે ઝેર પીવા,
આપણા તો થિર બળે આતમાના દીવા.
લાંબી લાંબી લેખણે ત્યાં નોંધાવી શી યાદી !
બેય કોરે આપી જવી મુબારકબાદી :
ઘેલાં ભલે ઘૂઘવે આ જિંદગીનાં મોજાં,
આવો તમે ઇદ, અને આવો તમે રોજા !

         – મકરંદ દવે (Makrand Dave – La- Parvah. Poems in Gujarati. Literature and art site)

Tags :

2 thoughts on “મકરન્દ દવે – લા-પરવા !”

  1. કો’ક દિન ઇદ અને કો’ક દિન રોજા,
    ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં.

    – આ બે પંક્તિની નીચે બીજું કશુંય ન લખ્યું હોત તોય કાવ્ય તો પૂર્ણ જ હતું.

    -વિવેક.

Comments are closed.

અન્ય રચનાઓ...
મકરન્દ દવે – વિધાતાએ દીકરી ઘડીને
મકરન્દ દવે – મારું એકાંત ફરી આપો
મકરન્દ દવે – નથી જ દૂર
મકરન્દ દવે – સૌંદર્યનું ગાણું મુખે મારે હજો
મકરન્દ દવે – હવે કેટલો વખત
મકરન્દ દવે – હારને હાર માની નથી
મકરન્દ દવે – કોઈ શબદ આવે આ રમતો
મકરન્દ દવે – અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ
મકરન્દ દવે – નથી કોઈ
સમાચાર – ગુજરાતી સારસ્વત પરિચય
મકરન્દ દવે – ધૂળિયે મારગ
મકરન્દ દવે – હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરો
મકરન્દ દવે – ગમતાંનો કરીએ ગુલાલ
મકરન્દ દવે નું નિધન શબ્દો સ્તબ્ધ