મકરન્દ દવે – ધૂળિયે મારગ

(ખાસ ડૉ. વિવેક ટેલરના આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)
કોણે કીધું ગરીબ છીએ ?
         કોણે કીધું રાંક ?
કાં ભૂલી જા મન રે ભોળા !
         આપણા જુદા આંક.
થોડાંક નથી સિક્કા પાસે,
         થોડીક નથી નોટ,
એમાં તે શું બગડી ગયું ?
          એમાં તે શી ખોટ ?
ઉપરવાળી બેંક બેઠી છે
         આપણી માલામાલ,
આજનું ખાણું આજ આપે ને
          કાલની વાતો કાલ.
ધૂળિયે મારગ કૈંક મળે જો
          આપણા જેવો સાથ,
સુખદુ:ખોની વારતા કે’તા
          બાથમાં ભીડી બાથ.
ખુલ્લાં ખેતર અડખે પડખે
          માથે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું
          ક્યાં આવો છે લાભ ?
સોનાની તો સાંકડી ગલી,
          હેતુ ગણતું હેત,
દોધિયાં માટે દોડતાં એમાં
         જીવતા જોને પ્રેત !
માનવી ભાળી અમથું અમથું
          આપણું ફોરે વ્હાલ ;
નોટ ને સિક્કા નાખ નદીમાં,
          ધૂળિયે મારગ ચાલ !

         – મકરંદ દવે (Makarand Dave – Dhuliyae marg. Poems in Gujarati. Literature and art site)

Tags :

One thought on “મકરન્દ દવે – ધૂળિયે મારગ”

  1. માણસ ગરીબ કે પૈસાદાર હોવાથી કઈ થતુ નથી. પરંતુ આખી જિદગી માણસ તરીકે જીવે અને પોતાની માણસાઈ સાથે જીવે એ ખૂબ અગત્યનું છે. ઈન્સાનિયત એ ખૂબ જ અગત્યની બાબત છે જે દરેક માણસમાં હોતી નથી. આજકાલની દોડધામ ની જિદગીમાં કોઈને કોઈ માટે સમય નથી.

Comments are closed.

અન્ય રચનાઓ...
મકરન્દ દવે – વિધાતાએ દીકરી ઘડીને
મકરન્દ દવે – મારું એકાંત ફરી આપો
મકરન્દ દવે – નથી જ દૂર
મકરન્દ દવે – સૌંદર્યનું ગાણું મુખે મારે હજો
મકરન્દ દવે – હવે કેટલો વખત
મકરન્દ દવે – હારને હાર માની નથી
મકરન્દ દવે – કોઈ શબદ આવે આ રમતો
મકરન્દ દવે – અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ
મકરન્દ દવે – નથી કોઈ
સમાચાર – ગુજરાતી સારસ્વત પરિચય
મકરન્દ દવે – લા-પરવા !
મકરન્દ દવે – હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરો
મકરન્દ દવે – ગમતાંનો કરીએ ગુલાલ
મકરન્દ દવે નું નિધન શબ્દો સ્તબ્ધ