મનોજ ખંડેરિયા – હું વસું વનરાઈમાં

મનોજ ખંડેરિય / Manoj Khanderiya
હું વસું વનરાઈમાં
પર્ણની તન્હાઈમાં

ફાડ-વન ને ઘર ડૂબ્યાં
આંસુની ગહરાઈમાં

આયનો ફૂટ્યા પછી
શું જુએ પરછાઈમાં

હું સમયની ફૂંક છું
શબ્દની શરણાઈમાં

આ ઉદાસી સાંજની
મૂકી દે વડવાઈમાં

         – મનોજ ખંડેરિયા (Manoj Khanderiya. Hu Vasu Vanrai ma – Ghazal in Gujarati. Literature and art site)

Tags :

2 thoughts on “મનોજ ખંડેરિયા – હું વસું વનરાઈમાં”

  1. ખૂબ આભાર ..મારા બ્લોગ ની મુલાકાત લઈ અભિપ્રાય આપવા બદલ .. મારો બ્લોગ તો હજી પા પા પગલી ભરે છે. આપના સૂચનો અને અભિપ્રાયો એને ચાલતા શિખવશે..
    પ્રેમ પૂર્વક્..
    ધર્મેશ
    deegujju.blogspot.com

Comments are closed.