ડૉ. મુકુલ ચોક્સી – મુક્તકો

(ખાસ ડૉ. વૈશાલી વિવેક ટેલરના આભારી છીએ આ મુક્તકો મોકલવા બદલ)

કિસ્સો કેવો સરસ મજાનો છે,
બેઉં વ્યક્તિ સુખી થયાનો છે.
પલ્લું તારી તરફ નમ્યાનો તને;
મુજને આનંદ ઊંચે ગયાનો છે.

ભૂલી જવાય એવું સ્વજન થઈને રહી ગયો,
બનવા ગયો હવા ને પવન થઈને રહી ગયો
કોઈને માટે કેવી સરળતાથી તું ‘મુકુલ’
ત્રીજો પુરુષ એકવચન થઈને રહી ગયો.

જેને ખાલીપો લાગે છે પળભર
તેઓ ગમતું કશુંક અડી લે છે
જે ભયાનક રીતે અટૂલા છે
તે તો ટોળામાં પણ રડી લે છે.

ધારો કે અમથું અમથું કશું પણ ન ધારીએ
ધારો કે જે બન્યું હતું તે પણ વિચારીએ
પણ તમને જો ઉદાસ હવેલીની બારીએ
ઊભેલાં જોઈએ તો બીજું શું વિચારીએ ?

         
– ડૉ. મુકુલ ચોકસી(Dr. Mukul Choksi – Nathi.. Ghazal in Gujarati. Literature and art site)

Tags:

2 Responses to “ડૉ. મુકુલ ચોક્સી – મુક્તકો”

  1. sachin gauswami says:

    કોઇ પણ અભિપ્રાય નહિ …..યાર..એમનિ કદર કરો મજા નુ લખે છે………………..

  2. RAXIT DAVE says:

    THODA MA GHANU KAHI JAAY CHEE—-BAHU SARAS–MAZA AAVI