હિમાંશુ ભટ્ટ – આખરી તું દાવ જીતી જાય તો !

(ખાસ ગૌતમ એમ. ઢોલરિયાને આભારી છીએ આ ગઝલ મોકલવા બદલ)

એક બસ સમજણ જો આવી જાય તો ?
જે મળ્યું તેમાં જો ફાવી જાય તો ?

મોક્ષની વાતો બધા કરતા રહે,
તું ધરા પર સ્વર્ગ પામી જાય તો ?

કેમ છે ભીંતો અને સરહદ બધે ?
ચોતરફ વિશ્વાસ વ્યાપી જાય તો ?

આમ તો એ શું હતું ? શબ્દો હતા..
પણ જરા, જો ક્યાંક વાગી જાય તો ?

જેમનાથી જિંદગી દોડ્યા કર્યું,
એ હતું શું ? યાદ આવી જાય તો ?

જે નથી ભૂલ્યો, નથી કરતો હવે,
વાતમાં એ વાત આવી જાય તો ?

પ્રેમ જ્યાં સાચો હશે, બાંધે નહીં,
લાગણી જો નામ પામી જાય તો ?

પાછલી વાતો બધા ભૂલી જશે,
આખરી તું દાવ જીતી જાય તો !

       – હિમાંશુ ભટ્ટ (Himanshu Bhatt – Aakharae tu dav jiti jai toe. Ghazals in Gujarati. Literature and art site)

Tags:

8 Responses to “હિમાંશુ ભટ્ટ – આખરી તું દાવ જીતી જાય તો !”

  1. હિમાંશુ ભટ્ટની સુંદર ગઝલ…
    જોગાનુજોગ ગઈ કાલે જ આ ગઝલ લયસ્તરો પર પણ માણી.

  2. SV says:

    I am glad that the ghazal was posted elsewhere. This ghazal was sent and with permission to post was posted on “પ્રભાતનાં પુષ્પો”.

    Unfortunately I don’t have the luxury of time to check our so many
    wonderful Gujarati blogs.

  3. પ્રિય મિત્ર,

    લયસ્તરો પર આ કૃતિ મેં જ ગઈકાલે મૂકી હતી… અને આજે અહીં જોતાં મને હર્ષ જ થાય છે… આપણો હેતુ આપણા સાહિત્યના મોંઘેરા રત્નોને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવાનો છે, નહીં કે મારું-તારું કરવાનો ! આ ગઝલ નથી મારી કે નથી તમારી, આ ગઝલ છે હિમાંશુભાઈની અને આપણા ગુજરાતી સાહિત્યની…

    લયસ્તરો અને પ્રભાતના પુષ્પો- બંનેનો વાચક વર્ગ અલગ હોવાથી આ કૃતિ બંને સ્થાને હોવાથી વધુ ને વધુ ભાવકોને પહોંચી શક્શે… અને મારા માટે તો આ બંને બ્લોગ મારા પોતાના જ છે… એટલે આવા કોઈ જોગાનુજોગને દિલ પર લેશો નહીં…

    –આપના પુષ્પોની સુગંધ જ અનેરી અને અદકેરી છે…. આ પમરાટ ક્યાંય પણ કોઈપણ કારણોસર અટકે નહીં એ જ ધ્યાન રાખજો…

  4. સુરેશ જાની says:

    અરે! એસ. વી. તું તો કમાલ કરે છે. આ થીમ સ્વીચરનો વિચાર સરસ છે. પણ આ બેકગ્રાઉ ન્ડ કાળાની જગ્યાએ ઘેરો વાદળી કે બ્રાઉન થાય તો આંખોને ના ખૂંચે.

  5. Himanshu Bhatt says:

    Friends

    Please feel free to post any of my ghazals as you see fit. For courtesy, let me know at hvbhatt@yahoo.com that you have done so. This way I can get a pulse of the reader reactions and stay connected and tuned.

    Himanshu

  6. મૌલિન says:

    સરસ છે. બસ આટલુંજ કહેવું હતું :)

  7. [...] મોક્ષની વાતો બધા કરતા ફરે તું ધરા પર સ્વર્ગ પામી જાય તો? – હિમાંશુ ભટ્ટ [...]