અવિનાશ વ્યાસ – ચરર ચરર

ચકડોળ / roller coaster

ચરર ચરર મારું ચકડોળ ચાલે,
ચાકડૂચું ચીંચીં ચાકડૂચું ચીંચીં તાલે,
આજે રોકડા ને ઉધાર કાલે. ચરર ચરર ૦

ઓ લાલ ફેંટાવાળા ! ઓ સોમાભાઇના સાળા !
ઓ કરસનકાકા કાળા ! ઓ ભૂરી બંડીવાળા !
મારું ચકડોળ કાલે, ચાકડૂચું ચીંચીં, ચાકડૂચું ચીંચીં. ચરર ચરર ૦

અધ્ધર પધ્ધર, હવામાં સધ્ધર, એનો હીંચકો હાલે,
નાનાં મોટાં, સારાં ખોટાં, બેસી અંદર મ્હાલે;
અરે બે પૈસામાં બબલો જોને આસમાનમાં ભાળે.
ચાકડૂચું ચીંચીં તાલે. ચરર ચરર ૦

ચકડોળ ચઢે, ઊંચે નીચે, જીવતર એવું ચડતું પડતું,
ઘડીમાં ઉપર… ઘડીમાં નીચે… ભાગ્ય એવું સૌનું ફરતું;
દુ:ખ ભૂલીને સુખથી ઝૂલો નસીબની ઘટમાળે,
ચાકડૂચું ચીંચીં, ચાકડૂચું ચીંચીં ચાલે,
આજે રોકડા ને ઉધાર કાલે ચરર. ચરર ચરર ૦

          – અવિનાશ વ્યાસ (Avinash Vyas. Chakdol. Lok Sahitya, Bal geet, Kavita in Gujarati. Literature and art site)

Tags :

6 thoughts on “અવિનાશ વ્યાસ – ચરર ચરર”

  1. ભલે પધાર્યા, રાજ! આખરે આજે દિવસોની પ્રતિક્ષા ફળી… પ્રભાત થાય અને પુષ્પનો પમરાટ ન પહોંચે શ્વાસમાં, તો જીવ્યા જેવું ક્યાંથી લાગે? ઘણા દિવસો પછી ફરીથી આ બ્લોગ પર મજાનું કાવ્ય જોઈ ખૂબ આનંદ થયો…
    …આભાર…!

  2. ચરર અવાજ નીકળતાં જ અવિનાશ વ્યાસ આવી જાય અને ચકડોળે ચઢ્યાનો ભાસ શરૂ થઈ જાય છે.

  3. SV, I agree with Vivek. Reading your blog is like a ritual now and readers like me miss when you don’t post.

    At least now you post alternate days is good. But I must confess, I do wish you would do daily!

Comments are closed.

અન્ય રચનાઓ...
અવિનાશ વ્યાસ – હે તને જાતાં જોઇ પનઘટની વાટે
અવિનાશ વ્યાસ – પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે
અવિનાશ વ્યાસ – કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
અવિનાશ વ્યાસ – રામ તમે સીતાજીની તોલે ન આવો
અવિનાશ વ્યાસ – છુક છુક ગાડી
અવિનાશ વ્યાસ – તાલીઓના તાલે ગોરી
અવિનાશ વ્યાસ – રાખનાં રમકડાં
અવિનાશ વ્યાસ – માડી તારું કંકુ ખર્યુ