મનહર મોદી – મારા પરિચયની કથા

એ જ છે મારા પરિચયની કથા
ગાલગા ગાગાલગા ગાગાલગા
જિંદગી છે દાખલો વ્યવહારનો
પ્રેમ પર આડા ઊભા લીટા થયા
મૂક થઈ ઊભા રહી જોયા કર્યું
મૌન દ્વારા પ્રશ્ન પૂછ્યા સામટા
એમણે મુજ સ્થાન સમજાવી દીધું
આંગળીથી નખ કરીને વેગળા
એમની આંખોથી ઘર ખાલી કરું
કોઈ દર્શાવો મને એવી જગા

          – મનહર મોદી(Manhar Modi – Mara parichai ni katha. Ghazal in Gujarati. Literature and art site)

Tags :

2 thoughts on “મનહર મોદી – મારા પરિચયની કથા”

  1. “જિંદગી છે દાખલો વ્યવહારનો”

    Sundar. Small but beautiful piece.

Comments are closed.

અન્ય રચનાઓ...
મનહર મોદી – થવાનું હોય છે
મનહર મોદી – બાંધું છું
મનહર મોદી – તડકો