મનોજ ખંડેરિયા – પીછું

મનોજ ખંડેરિય / Manoj Khanderiya

ગગન સાથ લઇ ઊતરે એ ફરકતું
વિહગ-પાંખથી જે ખરી જાય પીછું
ફરકતું પડે ત્યારે ભૂરી હવામાં
ઝીણાં શિલ્પ કૈં કોતરી જાય પીછું
હજી એમાં કલશોર ગૂંજે વિહગનો
સૂનું આંગણું આ ભરી જાય પીછું
હ્રદયમાં વસ્યાં પંખીઓ બ્હાર આવે
કદી આંખમાં જો તરી જાય પીછું
ગગનના અકળ શૂન્યમાં જઇ ડૂબે, જે
વિહગને ખર્યું સાંભરી જાય પીંછું.

         – મનોજ ખંડેરિયા (Manoj Khanderiya. Pichhu – Ghazal in Gujarati. Literature and art site)

Tags :

4 thoughts on “મનોજ ખંડેરિયા – પીછું”

  1. ખૂબ નાનો હતો ત્યારે ક્યાંક આ ગઝલ વાંચવા મળી હતી… ગઝલો તરફ મારું આકર્ષણ જન્માવનાર કેટલીક ગઝલોમાંની આ એક… ટાઈમમશીનમાં બેસીને મારા ભૂતકાળને અડી આવ્યો હોઉં એમ લાગ્યું…. આભાર, મિત્ર!

  2. મનોજ ખંડેરિયાની લાક્ષણિક નજાકતવાળી નમણી ગઝલ.

  3. સરસ કવીતા. ‘બ્હરા’ શબ્દ ના સમજાયો.
    ગઇકાલે જ મારા દોહીત્ર સાથે પાર્કના એક નાના લેક પર ફરવા ગયા હતા ત્યારે પક્ષીઓના ઘણા બધા પીંછા ભેગા કર્યા હતા !

Comments are closed.

અન્ય રચનાઓ...
મનોજ ખંડેરિયા – અમથો અમથો ખુશ થાઉં છું
મનોજ ખંડેરિયા – અમને દોડાવ્યા
મનોજ ખંડેરિયા – ચોમાસું
મનોજ ખંડેરિયા – વરસોનાં વરસ લાગે
મનોજ ખંડેરિયા – પંખી
સમાચાર – ગુજરાતી સારસ્વત પરિચય
મનોજ ખંડેરિયા – મુઠઠીમાં
મનોજ ખંડેરિયા – કોઈ સમયના વચગાળામા
મનોજ ખંડેરિયા – બેસું તો વરસોનાં વરસ લાગે.
મનોજ ખંડેરિયા – હું વસું વનરાઈમાં
મનોજ ખંડેરિયા – રસમ અહીંની જુદી
મનોજ ખંડેરિયા – મારો અભાવ