મુકેશ જોષી – હવે જમાનો ડૉટ કોમનો

કોઇ કોઇને ના પૂછે : તું હિંદુ કે મુસ્લિમ કોમનો
હવે બધાંને ભળી જવાનું હવે જમાનો ડૉટ કોમનો

એના ઇંટરનેટ ઉપર તો આપણ બધા ડોટ
પ્રગટ થવાનું લુપ્ત થવાનું એને હાથ રિમોટ
અલ્લાહ અકબર બોલો ત્યાં તો નાદ સુણાતો હરિ ઓમ્નો
હવે બધાંએ ભળી જવાનું હવે જમાનો ડૉટ કોમનો

મંદિર મસ્જિદ નાની નાની વેબ પેજની સાઇટ
સહુ મેળવતાં લાયકાતથી આછી ઘેરી લાઇટ
સાથે રહેતાં શીખ્યા તેથી વટ્ટ પડે છે રવિ-સોમનો
હવે બધાંએ ભળી જવાનું હવે જમાનો ડૉટ કોમનો

         – મુકેશ જોષી(Mukesh Joshi – Havae zamano dot com no. Kaivta in Gujarati. Literature and art site)

Tags :

4 thoughts on “મુકેશ જોષી – હવે જમાનો ડૉટ કોમનો”

  1. આ ગીત કંઈ બહુ રુચ્યું નહીં… મુકેશ જોશીએ આ સ્તર પર ઉતરીને ગીત લખવું પડે એ માનવામાં નથી આવતું…

  2. ખરુ કહ્યું વિવેક તમે, આ કદાચ એમના પ્રથમ ગીતોમાં નું એક હશે.

  3. મને તો ગીત પાછળનો ભાવાર્થ ગમ્યો..

Comments are closed.

અન્ય રચનાઓ...
મુકેશ જોષી – વરસાદી ગઝલ
મુકેશ જોષી – બા
મુકેશ જોષી – પથ્થર
મુકેશ જોષી – પ્રેમમાં ક્યાં જાણકારી જોઇએ
મુકેશ જોષી – વિઝા
મુકેશ જોષી – તારા અક્ષરના સમ
મુકેશ જોષી – સુખની પાઈપલાઈન કાણી
મુકેશ જોષી – તને ચાહવામાં કશું ખોઇ બેઠાં
મુકેશ જોષી – તને વહાલો વરસાદ કે હું ?
મુકેશ જોષી – ચોમાસું