રવીન્દ્રનાથ ટાગોર (અનુ. નલિની માડગાંવકર) – ભરબપોરની…

                  ભરબપોરની સૂની બારીએથી
થાકી-હાંફે કઇ વેદનામાયા સ્વપ્નાભાસી, આભાસે મન માંહી
કિશોરવયની ગૂસપૂસ લજ્જાભરી શોધી રહેતી નેહની
                            મધુર વાણી
આજ શાને એ તપી વહેતી પવને મર્મર સૂરે ઘૂમતી વને વને.
જે નિરાશા ગહન અશ્રુજળમાં ડૂબી જાણે વિસ્મૃતિના
                            તળિયે ડૂબી જાણે
આજ શાને એ વનને આવાસે ધબકી રહેતી મધુર નિશ્વાસે
દિવસભર ચંપાની છાંયે છાંયે ગુંજી રહેતી પળપળ
                            ઝલકે ઝલકે.

          – રવીન્દ્રનાથ ટાગોર (અનુ. નલિની માડગાંવકર)(Ravindranath Tagore (Translation Nalini Mandgavkar – Bhar Bapor. Kavita in Gujarati. Literature and art site)

Tags :

2 thoughts on “રવીન્દ્રનાથ ટાગોર (અનુ. નલિની માડગાંવકર) – ભરબપોરની…”

Comments are closed.