રૂપચંદ ગરાસિયા – રમતો-ભમતો, હસતો-ગાતો દરિયો

તારો દરિયો, મારો દરિયો, મીઠાં કરતાં ખારો દરિયો,
વહાણો હારે, દોડે દરિયો, દેશ-વિદેશને જોડે દરિયો,
માછીને મન જાળ છે દરિયો, માછલીઓનો પ્રાણ છે દરિયો,
પૂનમ-અમાસે જાગે દરિયો, આભને અડતો જાણે દરિયો,
હસતો-કૂદતો-ગાતો દરિયો, રાત-દિવસ લહેરાતો દરિયો,
વાઘણ જેવો ગર્જતો દરિયો, નવતોફાનો સર્જતો દરિયો,
રમતો દરિયો, ભમતો દરિયો, માનવમનને ગમતો દરિયો.

          – રૂપચંદ ગરાસિયા(Roopchand Garasiya. ramtoe-bhamtoe, hastoe-gaatoe dariyo. Kavita, Bal geet in Gujarati. Literature and art site)

Tags:

3 Responses to “રૂપચંદ ગરાસિયા – રમતો-ભમતો, હસતો-ગાતો દરિયો”

  1. સુરેશ જાની says:

    છેલ્લી લીટીનો પહેલો શબ્દ શું છે?

  2. SV says:

    Sorry that was a typo, I have corrected it. Thank you Sureshbhai for finding.

  3. chirag says:

    ગુજરાતી ગીતો કોણ સાંભળશે?