અનામી – પૈસાનું ગ્રુપ

          – અનામી (Aanami – Paisa nu group. Poems in Gujarati. Literature and art site)

Tags:

2 Responses to “અનામી – પૈસાનું ગ્રુપ”

 1. pragnaju says:

  અનામીએ વિનોદમાં પૈસાના અંગે સહજતાથી સત્ય તરફ ધ્યાન દોર્યું!
  પૈસો હાથના મેલની ઉપમા પામીને યુગોથી એક હાથમાંથી બીજા હાથમાં વહેતો રહ્યો છે.પૈસાનું-ધનનું વહેવું નદીની જેમ તદ્દન સ્વાભાવિક છે.સનાતન ધર્મ પરંપરાએ ધનને લક્ષ્મીજીના રૂપે પૂજ્ય સ્થાન આપીને એને જાળવવાનું મહત્ત્વ આંક્યું છે,ધનને ખૂબ વિચારપૂર્વક વાપરવાની વિભાવના આપે છે.
  ગૌણ બની જાય છે પૈસા ને રુપ જ્યારે,
  પ્રેમના સપ્તરંગી પુષ્પો ખીલી જાય છે.

 2. vatsal says:

  આ સાથે એક પ્રેરણાત્‍મક લેખ આપું છું. શકય હોય સમાવવા વિનંતી છે.

  સંબંધોનું જતન
  કદાચ આ લેખ તમને લાગશે કે સંબંધ વિશે અમે સૌ જાણીએ છીએ પણ ખરેખર આપણે સૌ સંબંધોનાં જતન માટે પાંગળા અને ઇર્ષ્યાબખોર છીએ.
  આપણે માનીએ છીએ કે સંબંધ બાંધવો એટલે કે, એક માત્ર ખાડો ખોદીને તેમાં કોઇ વૃક્ષ કે ફૂલ / ફળનું બીજ રોપવું એટલી જ ક્રિયા છે. આપણે બીજને રોપ્યાખ પછી પણ ઝાડ કે વૃક્ષ એમને એમ દરેક વાતાવરણની વચ્ચેો અડીખમ ઉભું રહેશે અને પોતાનો વિકાસ કે પોતાનો ઉછેરનો રસ્તોડ જાતે શોધી લેશે. આ બધી જ આપણી ભ્રામક માન્યચતાઓ અને ખૂબ જ મોટી ભૂલો પણ છે જે ભૂલોને આપણે કયારેય પણ સુધારી શકતાં નથી.
  બે માણસો વચ્ચે ના સંબંધો એટલે બે ધબકારા વચ્ચેયનું ક્ષણિક અંતર છે જે ચૂકી જવાય તો આખું આયખું આપણે ગુમાવી દઇએ છીએ તેમ આપણે નાની અમથી ભૂલથી, ગેરસમજથી, અપેક્ષા રાખવાથી કે અન્યી કોઇ કારણથી આપણાં સંબંધોમાં ‘‘કલોટ‘‘ અનાયાસે જ ઉભાં કરી દઇએ છીએ. સંબંધો વિશેની આપણી સૌની માન્યંતા એટલે આપણને સૌન નજીકનો દૃષ્ટિ ભ્રમ થઇ જવો કે એમ કહો તો ચાલે કે આપણી નજીકની દૃષ્ટિી ટૂંકી અથવા તો ખામીયુકત થઇ ગઇ છે. કારણ કે, જે સંબંધ બાંધવામાં તમે જેટલી તત્પરતા દેખાડો છો તેનાથી પા-ભાગની માવજત ગણો કે જતન ગણો તે આપણે કરી શકતાં નથી.
  સંબંધોની ઓળખાણ કયારેય રૂપિયા નથી, કયારેય મિલકત નથી, કયારેય કોઇ મોંઘીદાટ વસ્તુડ નથી કે જેનાથી તમે સંબંધોને મજબૂત બનાવી શકો. સંબંધ એટલે તો કોઇપણ જાતની અપેક્ષા, માગણી, આગ્રહ સિવાયનો ‘‘વન-વે‘‘ છે જેમાં તમારે સંબંધોના સંજોગોરૂપી રસ્તામ ઉપર સતત પસાર થતાં રહેવાનું છે કારણ કે, આજે તમે જે સંજોગોમાંથી પસાર થતાં હોવ ત્યાેરે તમને આ સંબંધોનો રસ્તોબ જ સાચો માર્ગ કે રાહ દેખાડે છે પછી ભલે તે ‘‘વન-વે‘‘ હોય. નિ-સ્વા‍ર્થ સંબંધોના રસ્તાપ ઉપર કયારેય કોઇ લાલ, લીલી કે પીળી બત્તી નથી હોતી કે તે સંબંધોના રસ્તામની ઉપર કયારેય અપેક્ષા કે માગણીના ઝીબ્રા ક્રોસિંગ પણ નથી હોતાં. તેથી જ આવા સંબંધોના રસ્તા ઉપર માણસ પોતાના સંબંધો, કોઇપણ જાતના પૂર્વાગ્રહ વિના હેમખેમ આવન-જાવન કરી શકે છે.
  સંબંધોમાં પણ દરેક માણસની એક મર્યાદા હોય છે. પછી તે શારીરિક હોય કે માનસિક હોય. શારીરિક અને માનસિક મર્યાદા હોવાથી કોઇપણ સંબંધોમાં લેશમાત્ર ઘટાડો નથી આવતો પરંતુ જો તમારી બૌદ્ધિક મર્યાદા તમારા સંબંધોની સામે આવશે તો તમારી વિચારસરણી જ તમારા સંબંધો માટે દુશ્મન બની જવાની છે. સંબંધો માટે જો વિચારવું જ હોય તો તેને હૃદયથી જ વિચારવું રહયું. જતું કરવાની ભાવના, વિશાળ મન, પરસ્પર સહકારની ભાવના અને એકબીજાની મર્યાદા જાણતા હોવા છતાં પોતાનું શ્રેષ્ઠેતમ આપવાની લાગણી જેવાં ‘‘કુદરતી ખાતરો‘‘ જો તમારી પાસે હશે તો તમે તમારા સંબંધોના વૃક્ષનું જતન સારામાં સારી રીતે કરી શકશો.
  – વત્સલ રસેન્દુ વોરા સેકટર-૭/બી, ગાંધીનગર