
એવી વેદનાનો ખટકો લઇ જીવું
કે જીવવા જેવી નથી આ મારી જિન્દગી.
ખીલેલા ફૂલની પાછળથી જોઇ શકો
સુક્કો આ ડાળખીનો દેહ ?
પાલખી આ આજ ભલે ઊંચકાતી :
ક્યાંક મારી ભડભડતી દેખું છું ચેહ !….
હું તો આંસુથી આયખાને સીવું
કે જીવવા જેવી નથી આ મારી જિન્દગી.
ઝળહળતી રોશનીની ભીતર ઝૂરે છે
મારૂં અંધારૂં એકલું અનાથ:
મારાં અંધારાંમાં દીવા પ્રગટાવે
એવો ઝંખું છું એનો સંગાથ
મારે પોપચાંમાં પ્હાડ લઇ સૂવું
કે જીવવા જેવી નથી આ મારી જિન્દગી.
– જગદીશ જોષી
અન્ય રચનાઓ
જગદીશ જોષી – અમે જગદીશ જોષી – અરે કોઈ તો જગદીશ જોષી – ઊઠી જતાં ના આવડયું. જગદીશ જોષી – ડંખ જગદીશ જોષી – મળશે ત્યારે જગદીશ જોષી – વાતોની કુંજગલી જગદીશ જોષી – હવે
(Jagdish Joshi – Khatko. Kavita / Poems in Gujarati. Literature and art site)
Tags: જગદીશ જોષી
વધુ પડતા લાગણીશીલ સ્વભાવમાંથી હતાશામાં સરી પડી લખાયલું ાતિ કરુણ કાવ્ય …આ હતાશાયે તેમનું જીવન ટૂંકાવ્યું…
આવો જ ખટકો આ રીતે પણ લેવાય છે!!
આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.
nirasha no sathvaro kavita je thodi rahat ape , baki koi elaj nahoto emana jeevan shreni badalvano.a highly intelligent man acadamically but what went wrong ,god alone knows