ઉઘાડાં દ્વાર છોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ;
જગતથી મુખ મરોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.
કિનારો હોય કે મઝધાર મારે શો ફરક પડશે ?
ડુબાડી જાતે હોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.
હું માયામાં ઘણો જકડાયેલો છું, પણ વખત આવ્યે,
બધા તંતુઓ છોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.
- ભગવતીકુમાર શર્મા
અન્ય રચનાઓ
ભગવતીકુમાર શર્મા – આમ ભગવતીકુમાર શર્મા – ઉતારો ! ભગવતીકુમાર શર્મા – કિસ્સો ભગવતીકુમાર શર્મા – ગવાઈ જઈશ ભગવતીકુમાર શર્મા – ચઢી છે ભગવતીકુમાર શર્મા – પવન ભગવતીકુમાર શર્મા – બે મંજીરાં
(BhagvatiKumar Sharma. Gamae tyare hu chaliyo jaish. Ghazal in Gujarati. Literature and art site)
Tags: ભગવતીકુમાર શર્મા
ખૂબ સુંદર
હું માયામાં ઘણો જકડાયેલો છું, પણ વખત આવ્યે,
બધા તંતુઓ છોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.
આધ્યાત્મિક પંથના ઉચ્ચ સોપાન સર કરનાર જ લખી શકે
હબીબસાહેબ યાદ આવ્યાં-
નહીઁ તો આ જગત ‘સર્જન_પરિષદ નુઁ વિસર્જન કર !
ઊઠી ચાલ્યો જઈશ નહિતર હુઁ તારી અંજુમનમાઁથી!
અને ચંદ્રકાંત બક્ષી – “અને એક સાંજે હું ચાલ્યો જઈશ ધુમાડો પહેરીને…
ફક્ત બાલ્કનીના તડકામાં મારો સલ્ફ્યુરિક મિજાજ તરતો હશે…
અને સાચેજ ચાલ્યો ગયો ધુમાડો પહેરીને!!!
સુંદર ગઝલ… પણ શું ત્રણ જ શેર છે? લયસ્તરો પર પણ ધવલે ત્રણ જ શેર મૂક્યા હતા.