ભગવતીકુમાર શર્મા – પવન

ભગવતીકુમાર શર્મા /BhagvatiKumar Sharmaવાંસના વનમાં થઇ વાતો પવન,
કૃષ્ણ તણી ફૂંક થઇ ગાતો પવન.

         તું મને સ્પર્શી ગઈ એવી રીતે,
         ભ્રમ થયો એવો અરે ! આ તો પવન.

શ્વાસ તો તૂટી રહ્યાં છે ક્યારનાં,
ગ્રીષ્મ સાંજે ઠોકરો ખાતો પવન.

         કોઇનાં છૂટી ગયાં છે પ્રાણ શું,
         કેમ આ કંઇ વેળથી વાતો પવન.

         – ભગવતીકુમાર શર્મા

અન્ય રચનાઓ

 • ભગવતીકુમાર શર્મા – આમ
 • ભગવતીકુમાર શર્મા – ઉતારો !
 • ભગવતીકુમાર શર્મા – કિસ્સો
 • ભગવતીકુમાર શર્મા – ગવાઈ જઈશ
 • ભગવતીકુમાર શર્મા – ચઢી છે
 • ભગવતીકુમાર શર્મા – બે મંજીરાં
 • (BhagvatiKumar Sharma. Pawan. Ghazal in Gujarati. Literature and art site)

  Tags:

  3 Responses to “ભગવતીકુમાર શર્મા – પવન”

  1. pragnaju says:

   ભગવતીકુમાર શર્માનનું સરળ વાતમાં ગુઢ જ્ઞાન કરાવતું સુંદર ગીત
   વાંસના વનમાં થઇ વાતો પવન,
   કૃષ્ણ તણી ફૂંક થઇ ગાતો પવન
   મંજરીની મહેક ફેલાવતો હળુ હળુ વાતો પવન સવૅના મનમાં આનંદની લહેરો પર લહેરો જગવે છે.
   વીંઝતાં પવન અડશે મને, વીણતાં ગવન નડશે મને,
   નડશે રે બોલ વ્હાલમના. ઉંબરે ઊભી સાંભળું રે
   ત્યારે
   કોઇનાં છૂટી ગયાં છે પ્રાણ શું,
   કેમ આ કંઇ વેળથી વાતો પવન.
   ગનીભાઈની યાદ આવી
   જો હ્રદયની આગ વધી ગની, તો ખુદ ઈશ્વરે જ ક્રુપા કરી,
   કોઇ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી

  2. તું મને સ્પર્શી ગઈ એવી રીતે,
   ભ્રમ થયો એવો અરે ! આ તો પવન.

   -વાહ ! શું કલ્પન છે!