
ધડ તો લડે કોઈ માથા વગર,
ક્યાં ટેકવું તીર ભાથા વગર?
તાંબૂલમાં છો ને મબલક ભર્યું,
ગોઠે ન એનેય કાથા વગર!
એ લાગતું ખૂબ નાનું તને,
નૈ ઊપડે તેય હાથા વગર!
વિસ્તારીને જો કહે તો સુણું,
ગમતું નથી કૈં જ ગાથા વગર!
ક્યાં ચાલતું કોઈને પણ કદી?
નાણા વિનાના એ નાથા વગર!
એનો નશો જીરવી તો જુઓ,
ચક્કર નરાતાર આથા વગર!
૨૧-૧૧-૧૯૯૪
– પંચમ શુકલ
અન્ય રચનાઓ
પંચમ શુકલ – સંવનન એક ઉખાણું પંચમ શુક્લ – એ હોય છે પંચમ શુક્લ – ખગ-વિવર્ણ-ખેવના પંચમ શુક્લ – યુનિકોડ ઉદ્યોગ
(Pancham Shukla – chakaar naraatar. Ghazal in Gujarati. Literature and art site)
Tags: પંચમ શુક્લ
Nice gazal.
Sudhir Patel.
સરસ ગઝલ
યાદ આવી
સામસામે થાય સિંજારવ મધુર
એ જ મનમેળાપ છે મીંઢળ વગર.!
ટેરવામાં તરફડાટો હોય છે
જેમ ફૂલો તરફડે ઝાકળ વગર.!
સુંદર ગઝલ… પંચમદાની ખાસ શૈલીમાં…
[...] પંચમ શુક્લ – ચક્કર નરાતાર… [...]