(ઉદ્દેશ, એપ્રિલ ૨૦૦૮ ના અંકમાંથી સાભાર.)
સાવ સહેલો છે લેવો લ્હાવો રે ભરથરી,
ભવનાથના મેળે તમે આવો રે ભરથરી.
વાત અઘરી શીદ બનાવો રે ભરથરી,
ઈને ઈની સાથે સરિખાવો રે ભરથરી.
કાં તો સૂરજ કાં તો સળાવો રે ભરથરી,
ઈમાં દલીલ નથી, નથી દાવો રે ભરથરી.
કોઈ ક્યે છે આવો, વળી આવો રે ભરથરી,
બધી સમજણને સમજાવો રે ભરથરી.
ઈ થયો નથી કે નથી થાવો રે ભરથરી,
ગુણ ગોતી ગોતી ગવરાવો રે ભરથરી.
ભવનાથના મેળે તમે આવો રે ભરથરી,
સાવ સાચું અમરફળ પાવો રે ભરથરી.
- રાજેન્દ્ર શુકલ
અન્ય રચનાઓ
રાજેન્દ્ર શુક્લ – ભરથરી-2 રાજેન્દ્ર શુક્લ – ભરથરી-૧ રાજેન્દ્ર શુકલ – તમને ખબર નથી રાજેન્દ્ર શુકલ – ફૂલ રાજેન્દ્ર શુક્લ – અવાજ જુદો રાજેન્દ્ર શુક્લ – ઈચ્છાની આપમેળ રાજેન્દ્ર શુક્લ – ગઝલ રાજેન્દ્ર શુક્લ – ગઝલ-સંહિતા રાજેન્દ્ર શુક્લ – તું કોણ છે? રાજેન્દ્ર શુક્લ – પગલાં કુંકુમઝરતાં રાજેન્દ્ર શુક્લ – બદલું છુ રાજેન્દ્ર શુક્લ – મેં દીઠા છે !
(Rajendra Shukla. Bharthari -3 . Ghazal. Gujarati Literature and art site)

