Month: September 2008

સુધીર પટેલ – મને જીવે

Sudhir patel

પાણી જેમ મને ઘટ ઘટ પીવે,
કોઈ જીવન જેમ મને જીવે!

રસ્તા જેમ મને પગ પગ ચાલે
ઉડતા પાલવ જેમ મને ઝાલે
ઝૂલા જેમ મને પળ પળ ઝૂલે
મારી અંદર રોમ રોમ ખૂલે
ગોધૂલિએ પ્રગટાવે દીવે!

શ્વ્વાસો જેમ મને એ લે-મૂકે
બંસી જેવું હળવેથી ફૂંકે
મોરપિચ્છ સમ ડાયરીમાં પાળે
કવિતા જેવું વાંચે સરવાળે
એેનામાં જીવ મૂકયો છે ઈવે!

ગીત સમું કૈં ગણગણવું સાંજે
શમણા જેવું આંખોમાં આંજે
મરક મરક એ હોઠો પર રાખે
પરસાદ સમું સવારમાં ચાખે
સોઈ-દોરો લઇ દિલમાં સીવે!

કોઈ જીવન જેમ મને જીવે!

         – સુધીર પટેલ(Sudhir Patel. Maane Jivae. Kavita / Poem in Gujarati. Literature and art site)

Tags :

‘ઊર્મિ સાગર’ – લાગણીનું વાંઝિયું ઝાડ

(ખાસ ‘ઊર્મિ સાગર ’ના આભારી છીએ આ ગઝલ મોકલવા બદલ)

બાષ્પ થઈ જો આભમાં ભળતાં નથી,
જળ સરિતાને મધુર મળતાં નથી.

લાગણીનું વાંઝિયું હું ઝાડ છું,
કોઈ સંબંધો મને ફળતા નથી.

ઊભી છું હું પાંપણોનાં દ્વાર પર,
કોઈ શમણાઓ મને મળતાં નથી.

ચાલુ છું હું લઈને જલતી પ્રેમ-અગન,
કિંતુ તારા હિમપથ ઓગળતા નથી.

ચાહું જો હું, તો કરું ઝાંખો રવિ,
ક્યાંયે કિંતુ આગિયા મળતા નથી.

મોકલું છું રોજ હું પૂનમ તને,
તારા સાગર કેમ ખળભળતા નથી?

          – ‘ઊર્મિ સાગર’ (‘Urmi Saagar’- Lagani nu vanjayu jhad. Ghazal in Gujarati. Literature and art site)

Tags :

અશરફ ડબાવાલા – વાંચો જલ્દી જલ્દી વાંચો

વાંચો જલ્દી જલ્દી વાંચો અંદરથી એક કાગળ આવ્યો,
નહિ પરબીડિયું, નહિ સરનામું, તોય ટપાલી ફળિયે લાવ્યો.

અંતરજી કાગળમાં લખતા હશો, મજામાં અશરફજી;
દુ;ખી હોવ તો સમરી લેજો રામ, ભરત ને દશરથજી;
પોતપોતાની રીતે સૌએ જન્મારાને જળમાં વાવ્યો.
…… વાંચો ૦

સંપેતરું મોકલશું તમને મળે જો સારો સથવારો;
કાં શબ્દોના આંગડિયાથી પૂગતો કરશું અણસારો;
ભલે સ્મરણનો પોપટ આપે ઉજાગરાને પીંજર પાળ્યો.
…… વાંચો ૦

અહીં બધાંને ચિંતા થાતી વ્હાલ થયું કાં વેરણછેરણ?
વળતી ટપાલે ઝટ લખજો કે લેખ ભૂંસ્યા કે ભાંગી લેખણ?
હિંમત થોડી રાખો છોને રાગ નહિ ને રણકો ફાવ્યો.
…… વાંચો ૦

          – અશરફ ડબાવાલા

અન્ય રચનાઓ

 • અશરફ ડબાવાલા – આવજે
 • અશરફ ડબાવાલા – તે શું હતું?
 • (Ashraf Dabaawalla- vaacho jaldi jaldi vaacho. Ghazal in Gujarati. Literature and art site)

  Tags :

  રજનીકુમાર પંડયા – સમજયા પહેલાંનું, અને સમજયા પછીનું સ્મિત, બંને અલગ અલગ

  સુલતાના બેગમસાહેબાને મેં કહ્યું કે, તમારા હાથમાં પેપરવેટ છે એ નીચે મૂકો અને પછી વાત કરો તો સારું.

  ‘કેમ? ’

  ‘કારણ કે, મને એની બીક લાગે છે. કયાંક હું તમને આ ઇન્ટરવ્યૂ દરમિયાન કંઇક આડું-તેડું, પૂછી બેસીશ. જૉકે એવી ભૂલ નહીં જ કરું પણ થઇ ગઇ તો તમે મારું માથું રંગી નાખો’. પછી એમનાં અમ્મી તરફ જૉઇને હું બોલ્યો, ‘મારી વાત સાચી છે નઝમા બેગમ?’ એનાં અમ્મી નઝમાબેગમ વયોવૃદ્ધ હતાં. સમજદાર હોવા જૉઇએ પણ સમજદાર નીકળ્યાં નહીં. મારી વાતને એમણે મશ્કરી માની લીધી. મેંદી રંગેલા લાલ દાંત બતાવીને એ ખડખડાટ હસ્યાં. પોતાની જુવાન દીકરી બેગમ સુલતાના તરફ મીઠી નજરે જૉઇને પછી બોલ્યાં! ‘એડિટરસાહેબ મારી બેટી હજુ તો સાવ બરચી છે.’
  Read more

  Tags :

  અનામી – ગુજરાતી

  સફળતાનો પીનકોડ ગુજરાતી ,
  સૌ સમસ્યાનો તોડ ગુજરાતી .

  કૈંક અચ્છો કૈંક અળગો ગુજરાતી ,
  એકડાનો કરે બગડો ગુજરાતી .

  નમ્રતાનું બોનસાઇ ગુજરાતી ,
  સિદ્ધિઓની વડવાઇ ગુજરાતી .

  લોટો લઇને દૈ દે ઘડો ગુજરાતી ,
  વખત પડે ત્યાં ખડો ગુજરાતી .

  દુશ્મનને પડે ભારે ગુજરાતી ,
  ડૂબતાને બેશક તારે ગુજરાતી .

  એસ્કિમોને ફ્રીજ વેચે ગુજરાતી ,
  ક્યાંક કંપની નામે ઢેંચે ગુજરાતી .

  દેશમાં ABC ની હવા ગુજરાતી ,
  પરદેશમાં ઓમશ્રી સવા ગુજરાતી .

  પાછાં પગલાં ના પાડે ગુજરાતી ,
  કાંકરામાંથી ઘઉં ચાળે ગુજરાતી .

  ફાફડા ઢોકળાં ઘારી ગુજરાતી ,
  પાનની સાયબા પિચકારી ગુજરાતી .

  એની ડીંગમાંયે કૈંક દમ ગુજરાતી ,
  હર કદમ પર વેલકમ ગુજરાતી .

  મહેમાનનું પહેલું પતરાળું ગુજરાતી ,
  છેલ્લે અપનું વાળું ગુજરાતી .

  ગાંધી, મુનશી સરદાર ગુજરાતી ,
  ક્ષિતિજની પેલે પાર ગુજરાતી .

            – અનામી (Aanami – Gujarati. Kavita / Poems in Gujarati. Literature and art site)

  Tags :

  સંદીપ ભાટિયા – સપનું છે આંખનું ઘરેણુ

  હે જી સપનું છે આંખનું ઘરેણું
  કોરીધાકોર આંખ લઇને બજાર મહીં નસરૂં ને સખીઓ દે મ્હેણું

  સપનું તો બોરની રતાશ મારી માવડી સપનું તો મધમીઠા કાંટા
  સપનું આષાઢી આકાશ ને સપનું તો પ્હેલવારૂકા ઝીણા છાંટા

  જેમ હોઠને શણગારે વેણુ
  હે જી સપનું છે આંખનું ઘરેણું

  ચૂંદણીને જેમ કદી અળગું ના થાય એને ચામડીની જેમ સદા પ્હેરવું
  પંખી બેસેને જેમ ડાળી લહેરાય એમ સપનું આવે ને મારે લ્હેરવું

  સપનાને સાતસાત જન્મોનું લેણું
  હે જી સપનું છે આંખનું ઘરેણું

         – સંદીપ ભાટિયા

  અન્ય રચનાઓ

 • સંદીપ ભાટિયા – આપો કબીરજી
 • (sandip bhatiya- Sapnu chhe aankh nu gharenu. Kavita / Poems in Gujarati. Literature and art site)

  Tags :

  પન્ના નાયક – તને ખબર છે?

  તને ખબર છે?
  હવે હું તારું નામ બોલી શકતી નથી
  એટલે આજે તાજા જ પડેલા સ્નોમાં
  હું તારુ નામ લખી આવી
  મારી આંગળીઓ એવી તો ઠરી ગઈ
  પણ સાચે જ મઝા આવી ગઈ…

  ને પછી થોડી વાર રહીને વરસાદ પડયો…
  હું તારુ નામ વહી જતું જૉઈ રહી.
  વાસંતી વરસાદની સાથે
  અચાનક ઊગી નીકળેલા ડેફોડિલની જેમ
  મેં તારુ નામ વાતવાતમાં રોપી દીધું
  પણ કોઈએ કશું સાંભળ્યું નહીં કેમ જાણે
  તારા નામના રણકારનો પડઘો ફકત હું જ ઝીલ શકતી હોઉં!

  અને બપોર પછી નીકળી આવેલામેઘધનુને જૉઈ
  દિલમાં એક ધડકન ઊઢી ને શમી ગઈ…
  ફકત મારા સ્તનો જ એના સાક્ષી હતાં.

  સંઘ્યાકાળે નમતો સૂરજ મારા ગાલે ઢળ્યો
  અને તારા હોઠની છાપ સજીવન થઈ.

  પણ તું માનીશ?
  અહીં તો બધાંને મારા ન બોલાયેલા શબ્દોમાં જ વિશ્વાસ છે.

  તું શું માને છે…?
  હું બોલું કે ચૂપચાપ ચાહ્યા કરું…?

            – પન્ના નાયક

  અન્ય રચનાઓ

 • પન્ના નાયક – કાચની બારી
 • પન્ના નાયક – કાવ્ય
 • પન્ના નાયક – નિમંત્રણ અને પ્રવેશ
 • (Panna Nayak. Tane Khabar chhe? Kavita in Gujarati. Literature and art site)

  Tags :

  પિંકી – મૃગજળ

  (ખાસ પિંકી ના આભારી છીએ આ ગઝલ મોકલવા બદલ)

  સૂર્યોદયની આશમાં ઊગતો રહ્યો,
  સૂર્યમુખી જયમ પછી ઝૂકતો રહ્યો.

  સંબંધોના મૃગજળમાં ડૂબતો રહ્યો,
  કિનારે એમ કળણમાં ખૂંપતો રહ્યો.

  ચાંદનીના તાપમાં તપતો રહ્યો,
  પડછાયાને છાંયાનું પૂછતો રહ્યો.

  રણમાં કો’ ઝાડવાંને શોધતો રહ્યો,
  મંઝિલને વિસામાનું કહેતો રહ્યો.

  શબ્દોના ઝાકળમાં વહેતો રહ્યો
  કાળના એ પ્રવાહને સહેતો રહ્યો.

            – પિંકી (Pinki- Mrugjaal. Ghazal in Gujarati. Literature and art site)

  Tags :

  સુધીર પટેલ – તત્પર થયો

  Sudhir patel

  હું બ્હાર ને અંદર થયો,
  મળવા તને તત્પર થયો

  ને એમ તું પણ છે કમાલ,
  જયાં વાત થઇ હાજર થયો!

  ગત એની ના પામી શકયો,
  બહુ તેજ કાં મંથર થયો

  કયાં આછયાર્ં મુજ જળ હજીય
  નીચે ગયો, ઉપર થયો!

  છે સાવ ખાલી હાથ બેય,
  પણ ના કશાથી પર થયો!

  પૂછો તમે તો ન્હોતું કૈં,
  મનમાં જ પેદા ડર થયો!

  એણે કહ્યું તું ઊડવા,
  ઓઢી ત્વચા પિંજર થયો

  ઘૂંટયો બહુ એને પછીજ
  આ શબ્દ પણ અક્ષર થયો

  આદિ વિશે ગમ ના પડી,
  અંતે પછી આખર થયો!

  કોઈ ગઝલ સ્ફૂરે “સુધીર”,
  એ આપણો અવસર થયો!

           – સુધીર પટેલ

  અન્ય રચનાઓ

 • સુધીર પટેલ – સોનપરીને
 • સુધીર પટેલ – યાત્રી આપશે
 • (Sudhir Patel. Taatpar thayo. Ghazal in Gujarati. Literature and art site)

  Tags :

  નીલેશ પટેલ – સેતુ બાંધીએ

  સંબંધના બે હાથ વડે સેતુ બાંધીએ,
  વિશ્વાસના કિનારા તરફ નૌકા હાંકીએ.

  થોડું તૂટેલ હોય તો લૂગડુંય સાંધીએ,
  આકાશને તો થીગડાં જેવું શું મારીએ?

  ખૂશ્બૂ, સુંવાળા કલરવો કંઇ કામના નથી,
  ટહુકાનું પોટલું ભરી પતઝડને આપીએ,

  કાંઠે ઊભો’તો તોય હવાને ગળી ગયો,
  જળના તમામ પરપોટાને ફોડી નાખીએ.

  અત્તર થવાનું એ જ શરત પર મને ગમે,
  અવસર ફૂલોના મોતનો હો શોક પાળીએ.

  કીર્તન-કથા, પૂજામાંય માણસને રસ નથી,
  પંડિત વિચારે છે કે ગઝલ જેવું ગાઇએ.

  ભીંતોની આપમેળે કરૂપતા ઘટી જશે,
  એકાદ ભીંતે એમની તસવીર ટાંગીએ.

            – નીલેશ પટેલ (Nilesh Patel – Setu Bandhiya. Ghazal in Gujarati. Literature and art site)

  Tags :

  જગદીશ જોષી – ડંખ

  વીંછીના આંકડાની જેમ મારી વેદનાઓ
  ડંખે છે વળી વળી કેમ ?

  સીમે આળોટે લીલી વાડીની યાદ,અને
  કૂવે ઝળુંબે એક વેલો :
  થાળમાં કાંકરાને ડાળીને ઝાંખરા
  પાણીનો ક્યાંય નહીં રેલો.
  ચગદીને ચાલી જતી કોમળ પાનીઓ કેમ
  આવે ને જાય હેમખેમ ?

  બપ્પોરે આભમાંથી સપનાં સાપોલિયાં
  થઇને આ આંખમાં લપાયાં:
  સ્મરણોએ શ્વાસ જરી લીધો ન લીધો ત્યાં તો
  નસનસમાં ઝેર થૈ છવાયાં.
  રજકાના ભૂરા આ નિસાસે કોસતણો
  વરસે છે જરી જરી વ્હેમ !

         – જગદીશ જોષી

  અન્ય રચનાઓ

 • જગદીશ જોષી
 • જગદીશ જોષી – અમે
 • જગદીશ જોષી – અરે કોઈ તો
 • જગદીશ જોષી – ઊઠી જતાં ના આવડયું.
 • જગદીશ જોષી – મળશે ત્યારે
 • જગદીશ જોષી – વાતોની કુંજગલી
 • જગદીશ જોષી – હવે
 • (Jagdish Joshi – Dankh. Poems in Gujarati. Literature and art site)

  Tags :

  અનામી – શાળા

            – અનામી (Aanami – shaala. Kavita / Poems in Gujarati. Literature and art site)

  Tags :

  પ્રીતમ લખલાણી – ચાંદની

  પ્રીતમ લખલાણી /Preetam Lakhlani

  જોઇ અકાશે
  ચાંદની, સાગરમાં
  વાસના જાગી!

  * * * * * * * * *

  નદીએ ના’તી
  ચાંદની, કૂદે કાંઠે
  દેડકો, ખુશ!

  * * * * * * * * *

  ટપકે છીબે
  ચાંદની, પંખી પીવે
  છેક સવારે!

  * * * * * * * * *

  ચાંદની બેઠી
  વૃક્ષ તળે, ચહેરો
  જોવા ચંદાનો.

  * * * * * * * * *

  આવી ચાંદની
  ઉંબરે, લ્યો ટહુકે
  મોર તોરણે!

           – પ્રીતમ લખલાણી

  અન્ય રચનાઓ

 • પ્રીતમ લખલાણી – પનિહારી
 • પ્રીતમ લખલાણી – એકાંત
 • પ્રીતમ લખલાણી – કેળવણી
 • પ્રીતમ લખલાણી – પંખી
 • (Preetam Lakhlani – Chandni. Kavita / Poems, Haiku in Gujarati. Literature and art site)

  Tags :