Month: December 2008

પ્રીતમ – હરિનો મારગ

હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને;
પરથમ પહેલું મસ્તક મૂકી, વળતા લેવું નામ જોને

સુત વિત્ત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;
સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડ્યા મરજીવા જોને

મરણ આંગમે તે ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જોને;
તીરે ઊભા જુએ તમાસો, તે કોડી નવ પામે જોને

પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને;
માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને

માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને;
મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને

રામ-અમલમાં રાતામાતા પૂરા પ્રેમી પરખે જોને;
પ્રીતમના સ્વામીની લીલા, તે રજનિ-દન નરખે જોને

          – પ્રીતમ
(Pritam – Hari no marag. Lok Sahitya, Prabhatiya, Poems in Gujarati. Literature and art site)

Tags :

‘ઊર્મિ સાગર’ – મજબૂર છું

(ખાસ ‘ઊર્મિ સાગર ’ના આભારી છીએ આ ગઝલ મોકલવા બદલ)

હાલાતથી મજબૂર છું,
કાંટો સમયનો ક્રૂર છું.

મળવા ભલે આતૂર છું,
તારાથી ક્યાં પણ દૂર છું!

ક્યાં છે મને મારી ખબર!
નહીંતર ઘણી મશહૂર છું.

રચતી રહું છું ભૂતકાળ,
ઘડિયાળની મજદૂર છું.

છું સ્વાભિમાની આમ તો-
દુનિયા કહે મગરૂર છું.

જાણું છું મારો અંત હું,
મારીચ છું, મકદૂર છું.

* મકદૂર = હિંમતવાન

          – ‘ઊર્મિ સાગર’ (‘Urmi Saagar’- Majboor chhu. Ghazal in Gujarati. Literature and art site)

Tags :

નંદીની નરેન્દ્ર પારેખ – ફૂલદાનીRead more

Tags :

સરોજબહેન અડાવતકર – ભુરો

(note from the poet: it is an inspiration from the poem “Lilo” by Shri Umashankar Joshi)

કુદરતની કરામત જોઇ
જોઇ રંગોની વિવિધતા
એક જ રંગના જોયા અનેક રુપ
નભમા પથ્રરાયેલો આછો ભુરો
સાગરના તરંગોમા ઉછ્ળતો ભુરો
બાગોના ફૂલોમા હસતો આછો ઘેરો ભુરો
દૂર ભાસતા ડુંગરોમા છૂપાયેલો ભુરો
મોરપીંછમાં ચમકતો નાચતો ભુરો
પડી નજર મંદિરના નટ્ખટ કનૈયા પર
જોયો ત્યા દિવ્ય તેજસ્વી ભુરો.

       – સરોજબહેન અડાવતકર

અન્ય રચનાઓ

 • સરોજબહેન અડાવતકર – જીવન કિતાબનાં પાનાં ફેરવતાં
 • સરોજબહેન અડાવતકર – જીવન સંધ્યા
 • સરોજબહેન અડાવતકર – મા
 • સરોજબહેન અડાવતકર – રફતાર છે જિંદગીની
 • સરોજબહેન અડાવતકર – વર્ષા
 • (SarojBen Adavatkar – Bhuro. Kavita / Poems in Gujarati. Literature and art site)

  Tags :

  ઊજમશી પરમાર – દિશાઓ

  તમારી દિશામાં વળે સૌ દિશાઓ,
  તમે સાંભળો,સાંભળે સૌ દિશાઓ.

  તમારી નજરની પડી જ્યાં ટશર ત્યાં,
  પડે વીજ શી,ઝળહળે સૌ દિશાઓ.

  ચરણને તમારા નડે ક્યાં દ્ધિધાઓ?
  ધરો સ્હેજ પગલું,મળે સૌ દિશાઓ.

  સરે ગીત હોઠેથી કલકલ અનોખાં,
  વહે ધાર શી,ખળખળે સૌ દિશાઓ.

  હવે શોધવાનુંય કારણ રહ્યું ક્યાં?
  તમારા સગડમાં ઢળે સૌ દિશાઓ.

           – ઊજમશી પરમાર (Ujmashi Parmar – DishaO. Poems in Gujarati. Literature and art site)

  Tags :

  રમણીક અગ્રાવત – સાંજ

  ભૂરા આકાશમાં લાલચોળ ઉડાન ખીલી
  વેરાયા ચોપાસ સફેદ ટહુકા
  બારનાં પછી બારણાં આભનાં ઉઘાડતાં
  ઊડ્યાં પંખી
  સેલારે સેલારે અંતરો સંકેલતાં
  ઊડ્યાં પંખી
  થાકનાં ખેતરો થાય હર્યાભર્યા
  શીળા પડછાયા વેરતાં
  ઊડ્યાં પંખી
  મ્લાન નદી પટમાં ઊછળે શીકરો
  જળને ઝીણું ઝીણું છંછેડતાં
  નરવો થરકાટ ખંખેરતાં
  ઊડ્યાં પંખી
  વરસે સંજીવની સૃષ્ટિ પર
  આછા હિલ્લોળમાં સકલ ઝબકોળતાં
  ઊડ્યાં ઊડ્યાં પંખી…

           – રમણીક અગ્રાવત

  અન્ય રચનાઓ

 • રમણીક અગ્રાવત – પાછાં આવ્યાં પતંગિયાં
 • રમણીક અગ્રાવત – માણસો
 • રમણીક અગ્રાવત – મૃદંગ
 • (Ramnik Agravat. Saanj. Kavita in Gujarati. Literature and art site)

  Tags :

  જગદીશ જોષી – ખટકો

  એવી વેદનાનો ખટકો લઇ જીવું
  કે જીવવા જેવી નથી આ મારી જિન્દગી.

  ખીલેલા ફૂલની પાછળથી જોઇ શકો
  સુક્કો આ ડાળખીનો દેહ ?
  પાલખી આ આજ ભલે ઊંચકાતી :
  ક્યાંક મારી ભડભડતી દેખું છું ચેહ !….
  હું તો આંસુથી આયખાને સીવું
  કે જીવવા જેવી નથી આ મારી જિન્દગી.

  ઝળહળતી રોશનીની ભીતર ઝૂરે છે
  મારૂં અંધારૂં એકલું અનાથ:
  મારાં અંધારાંમાં દીવા પ્રગટાવે
  એવો ઝંખું છું એનો સંગાથ
  મારે પોપચાંમાં પ્હાડ લઇ સૂવું
  કે જીવવા જેવી નથી આ મારી જિન્દગી.

         – જગદીશ જોષી

  અન્ય રચનાઓ

 • જગદીશ જોષી – અમે
 • જગદીશ જોષી – અરે કોઈ તો
 • જગદીશ જોષી – ઊઠી જતાં ના આવડયું.
 • જગદીશ જોષી – ડંખ
 • જગદીશ જોષી – મળશે ત્યારે
 • જગદીશ જોષી – વાતોની કુંજગલી
 • જગદીશ જોષી – હવે
 • (Jagdish Joshi – Khatko. Kavita / Poems in Gujarati. Literature and art site)

  Tags :