દલપતરામ – એક શરણાઈવાળો

એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી,
રાગ રાગણી વગાડવામાં વખણાયો છે;

એકને જ જ જાચું એવી ટેક છેક રાખી, એક
શેઠને રીઝાવી મોજ લેવાને મંડાણો છે;

કહે દલપત પછી બોલ્યો કંજૂસ શેઠ
ગાયક ન લાયક તુ ફોકટ ફૂલાણો છે:

પોલું છે તે બોલ્યુ તેમાં કરી તેશી કારીગરી,
સાંબેલુ બજાવે તો હું જાણુ, કે તુ શાણો છે.

          – દલપતરામ (Dalpatram – Ek Shernaiwalo. Kavita, Lok Sahitya in Gujarati. Literature and art site)

Tags :

6 thoughts on “દલપતરામ – એક શરણાઈવાળો”

 1. બાળપણમા મોધે કરેલી-
  એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી,
  રાગ રાગણી વગાડવામાં વખણાયો છે;

  એકને જ જ જાચું એવી ટેક છેક રાખી, એક
  શેઠને રીઝાવી મોજ લેવાને મંડાણો છે;

  કહે દલપત પછી બોલ્યો કંજૂસ શેઠ
  ગાયક ન લાયક તુ ફોકટ ફૂલાણો છે:

  પોલું છે તે બોલ્યુ તેમાં કરી તેશી કારીગરી,
  સાંબેલુ બજાવે તો હું જાણુ, કે તુ શાણો છે.
  હજુ પણ યાદ છે!

  અને
  આ પંક્તી અમુક વ્યક્તીઓના વલણ અંગે આઘાત લાગે ત્યારે
  મન મનાવવા -“પોલું છે તે બોલ્યુ તેમાં કરી તેશી કારીગરી”
  શાંતી આપે છે!!

 2. I do agree with Prgnaben’s comment and still using the last Two lines a lot on many occasions!!
  Sudhir Patel.

Comments are closed.

અન્ય રચનાઓ...
દલપતરામ – ચોમાસું
દલપતરામ – વાંઢાની પત્નીઝંખના
દલપતરામ – અરે, રુડો માનવ દેહ આવ્યો
દલપતરામ – અંધેરી નગરી
દલપતરામ – ઊંટ