
દિન એક ગયો, પછી લાખ ગયા,
શિરમાં પળિયાં પણ આવી ચૂક્યા !
ઉરનું જળવુંય શમી જ જશે,
પણ તે ચટકું ફરી ક્યાં મળશે ? ૧
દિનરાત સદાય જળ્યાં કરવું !
સહતાં સહતાં પણ કેમ સહુ ?
સહશું રડશું, જળશું, મરશું,
સહુ માલિકને રુચતું કરશુ ! ૨
કંઈ બાકી રહ્યું ? હરિ ! યાચી લઉં !
ન સુકાવ ભલે જલ નેત્ર તણું,
પણ તે દિલને વિસરાવીશ ના,
સ્મૃતિ તે રહી તો દુ:ખ લાખ ભલાં ! ૩
- ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (Kalapi – Shruti. Kavita / Poems, Lok Shaitya in Gujarati. Literature and art site)
sundar gazal …
http://en.wikipedia.org/wiki/Kalapi
Very nice ‘Smruti-Kavya’ with full of emotions and with a fabulous picture of ‘Kalapi’!
Sudhir Patel.
સુંદર નજાકતભર્યું ઊર્મિકાવ્ય…
rajvi kavi kalapi jya pan hshe tya ishkno bando hshe !
Kavi kalapi don’t need a any comment !
ખુબજ હ્રદયસ્પર્શી….
કંઇ બાકી રહ્યું?…
-મનીષા
antrang.gujaratiblogs.com
અમારા નાનાજીને કલાપી સાથે પત્રવ્યવહાર થતો
તેમા આ પંક્તી તેમની દાયરીમાં નોંધેલી
કઈ બાકી રહ્યું ? હરિ ! યાચી લઉં !
ન સુકાવ ભલે જલ નેત્ર તણું;
પણ તે દિલને વિસરાવીશ ના;
સ્મૃતિ તે રહી તો દુ:ખ લાખ ભલાં !
આજે આખી રચના માણી આનંદ
very good poam i like it very mucha
It!!!!!!!!!!!!!!!!! Very good kavita