
જે નથી, એ જ તો બધાં શોધે;
અવનવાં સુખની કલ્પના શોધે!
એ જ વસ્તુ બધાને જીવાડે,
જાણ છે એ નથી, છતાં શોધે!
દુઃખ તો છે જરી પુરાણા સૌ,
રોજ ચ્હેરા નવાં નવાં શોધે!
પંખી ભૂલું પડ્યું છે શ્હેર વચે,
બહાર જાવાની એ જગા શોધે!
શ્વાસમાં લઈ હરેક જણ ‘સુધીર’,
ગુમ થયેલી ખુલી હવા શોધે!
- સુધીર પટેલ
અન્ય રચનાઓ
સુધીર પટેલ – તત્પર થયો સુધીર પટેલ – નમૂના જો સુધીર પટેલ – મને જીવે સુધીર પટેલ – યાત્રી આપશે સુધીર પટેલ – સોનપરીને
(Sudhir Patel. Shodhe. Ghazal in Gujarati. Literature and art site)