‘અનામી’ રણજિત પટેલ – એ દિવસો!

હવે એ દિવસો પાછા નહીં આવે !
વહી ગયેલું ગંગાનું જલ ગંગોત્રી પાછું લાવે?

હવે એ દિવસો પાછા નહીં આવે !
કાળચક્ર સનાતન ફરતું, ભાવિને ફેરવતું!
સંવિદ્-માં સ્મૃતિઓને સંચે, સુખદુઃ ખ ઉર ભેળવતું!
શાંત-ક્ષણોમાં સ્વપ્નો ઝબકે, સાંપ્રતને સણકાવે!
હવે એ દિવસો પાછા નહીં આવે !

ભવ્ય ભાવિનો સુરમો આંજી યૌવન તો અંગડાતું!
નભના તારક ગજવે ભરવા હૈયું થનગન થાતું;
આંબે ક્ષિતિજને શું નૈયા! નભનો વૈભવ પામે?
હવે એ દિવસો પાછા નહીં આવે !

દૃષ્ટિ વિહોણી દોડ આપણી, વિણ મંઝિલની ક્લાન્તિ!
મતિ વિહોણી ગતિની અગતિ, સ્વપ્ન-જીવન-ભ્રાન્તિ;
જલ પર અક્ષર પાડે નિયતિ, વેદના-માધુરી ભાવે;
હવે એ દિવસો પાછા નહીં આવે !

વહી ગયેલું ગંગાનું જલ ગંગોત્રી પાછું લાવે?
હવે એ દિવસો પાછા નહીં આવે !

          – ‘અનામી’ રણજિત પટેલ
(‘Aanami’ Ranjit Patel – Aae Diwaso! Kavita in Gujarati. Literature and art site)

Tags :

5 thoughts on “‘અનામી’ રણજિત પટેલ – એ દિવસો!”

 1. સરસ રચના
  ખરેખર કહેવું પડશે?!
  હવે એ દિવસો પાછા નહીં આવે !

 2. ગયા દિવસો અને રહ્યા દિવસો એ દરેક દિવસોની દશા છે, જે જાય છે તે પાછા નહી આવે અને જે છે તે જતા રહેશે પછી પાછા નહી આવે જેમ કે વહેણ…
  અનામી સાહેબ મારા વિભાગીય વડા હતા એમ. એસ.યુનિવર્સિટીમાં પહેલા વર્ષે.
  કાવ્ય ભણતર અને ચણતર બધું યાદ આપી ગયું, આભાર એસ્વી
  આ apple શેની જાહેરાત છે?????બહુ જગ્યા રોકી પણ કવિતા વિશે શું?આવા ઓને દૂર રાખો અને ડીલિટ રાખો….

 3. himanshu patel saheb i love gujarati bhajans very much, but i cant find it anywhere, that songs i collect for distrubute, and want to make club that any one can exchange old gujarati songs.

  sooooooooooorrrrryyyyyyyy for long list.

 4. જલ પર અક્ષર પાડે નિયતિ, વેદના-માધુરી ભાવે;
  હવે એ દિવસો પાછા નહીં આવે !

  વહી ગયેલું ગંગાનું જલ ગંગોત્રી પાછું લાવે?
  હવે એ દિવસો પાછા નહીં આવે !
  સરસ

Comments are closed.

અન્ય રચનાઓ...
અનામી – વાહ જનાબ, વાહ જનાબ
અનામી – દર્દ નામ કદી ન લે
અનામી – દિલ પૂછે છે મારું , અરે દોસ્ત તું ક્યાં જાય છે ?
અનામી – કોઇ આવી ચડે છે
અનામી – ગુજરાતી
અનામી – શાળા
અનામી – ચાલ ઊઠીએ
અનામી – મા-બાપને ભૂલશો નહીં
અનામી – બગ
અનામી -કવિ
અનામી – સમય નથી
અનામી – પૈસાનું ગ્રુપ
અનામી – लम्हा
અનામી – આમંત્રણ
અનામી – મા નવ
અનામી – ભુલ
અનામી – ‘ હા’ ‘ના’