અમર પાલનપુરી – અમર હમણાં જ સૂતો છે

પવન ફરકે તો એ રીતે ફરકજે પાન ના ખખડે !
કોઈને સ્વપ્નમાં માંગી અમર હમણાં જ સૂતો છે.

દવા તો શું હવે સંજીવની પણ કામ નહીં આપે,
જીવનના ભેદને પામી અમર હમણાં જ સૂતો છે.

ગયો એ હાથથી છટકી, હવે શું બાંધશે દુનિયા-
બધાંયે બંધનો ત્યાગી, અમર હમણાં જ સૂતો છે.

ન જાગે એ રીતે ઊંચકીને એને લઈ જજે, દુનિયા !
સમયની કૂચમાં થાકી, અમર હમણાં જ સૂતો છે.

          – અમર પાલનપુરી

 • અમર પાલનપુરી – એક ઉઝરડે
 • (Amar Palanpuri- Amar hamana j suto chhe. Ghazals in Gujarati. Literature and art site)

  Tags:

  4 Responses to “અમર પાલનપુરી – અમર હમણાં જ સૂતો છે”

  1. સરસ ગઝલ.

  2. sudhir patel says:

   Fine Gazal!
   Sudhir Patel.

  3. જૂની અને જાણીતી પણ વારંવાર માણવી ગમે એવી ગઝલ…

  4. pragnaju says:

   સુંદર
   જાણીતી ગઝલ.