જવાહર બક્ષી – ફરી ન છૂટવાનું બળ

Jawahar Bakshi

ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઇ
પ્રસંગ, નહિ તો મિલનના જતા કરે કોઇ

મને ઘણાય તમારો સંબંધ પૂછે છે
તમારી પણ કદી એવી દશા કરે કોઇ

તમારી પાસ જવાની નથી થતી ઇચ્છા
મને ફરીથી જવાની મના કરે કોઇ

ભલે અવાજની ક્ષિતીજમાં જઇ ન શકાય
વિચારને તો જતા – આવતા કરે કોઇ

કોઇ નજીક નથી – એ વિષે હું કૈં ન કહું
આ સંકડાશ વિષે સ્પષ્ટતા કરે કોઇ

ગુન્હા કર્યા તો ‘ફના’ મેં ગુન્હા તમારા કર્યા
મને એ માન્ય નથી કે સજા કરે કોઈ.

         –સાંભળો (click to listen)

          – જવાહર બક્ષી

 • જવાહર બક્ષી – ન કર
 • (Jawahar Bakshi – Fari n chhutavanu baal. Ghazal in Gujarati. Literature and art site)

  Tags :

  9 thoughts on “જવાહર બક્ષી – ફરી ન છૂટવાનું બળ”

  1. wow….મને ઘણાય તમારો સંબંધ પૂછે છે
   તમારી પણ કદી એવી દશા કરે કોઇ….awsome lines,,, ફક્ત પહેલી ચાર લીટી ઓ વાચી ને જ કોમેન્ટ ટાઈપ કરવા બેઠી છું…really gud 1

  2. વાહ .. વાહ… સુંદર સંતર્પક ગઝલ… બધા શેર સરસ થયા છે… અવાજની ક્ષિતિજમાં જવાનું કલ્પન ખૂબ જ ગમી ગયું… અને છેલ્લો શેર તો જાણે મારો પોતીકો!!

  3. Wow….મને ઘણાય તમારો સંબંધ પૂછે છે
   તમારી પણ કદી એવી દશા કરે કોઇ…..ખુબ જ સુંદર

  4. મને ઘણાય તમારો સંબંધ પૂછે છે
   તમારી પણ કદી એવી દશા કરે કોઇ….ખુબ જ સુંદર

  5. મને ઘણાય તમારો સંબંધ પૂછે છે
   તમારી પણ કદી એવી દશા કરે કોઇ…really good

  6. બહુજ સરસ્….ફરી ફરી વાચવી અને સાભળવી ગમે તેવી ગઝલ્…….

  Comments are closed.

  અન્ય રચનાઓ...
  જવાહર બક્ષી – ટોળાંની શૂન્યતા છું
  જવાહર બક્ષી – સંબંધ ફીણના ગોટા થઈને ઊડવાનો
  જવાહર બક્ષી – ચાલે છે
  જવાહર બક્ષી – તારા વિરહના શહેરનો
  જવાહર બક્ષી – એક અણસારનો પડદો છે
  જવાહર બક્ષી – ન કર