
એક તારી ગડમથલમાંથી છૂટી શકું તો બસ !
અડધી લખી ગઝલમાંથી છૂટી શકું તો બસ…
હું ‘હું છું’ના અમલમાંથી છૂટી શકું તો બસ,
જગની ભૂંડી નકલમાંથી છૂટી શકું તો બસ.
મારા સમયના વક્ષમાં હરપલ જે ખૂંચે છે,
એક જ એ આળી પલમાંથી છૂટી શકું તો બસ.
તારા વિશેનો માર્ગ તો સીધો છે, જાણું છું;
થોડો અગલબગલમાંથી છૂટી શકું તો બસ !
આ આયનાના ગામમાં બચવું છે સહેલું ક્યાં ?
એક મારા હમશકલમાંથી છૂટી શકું તો બસ.
ગઈકાલ આજનું ગળું ટૂંપ્યા કરે સતત,
ક્ષણભર આ દડમજલમાંથી છૂટી શકું તો બસ.
- ડૉ. વિવેક મનહર ટેલર
અન્ય રચનાઓ
ડૉ. વિવેક મનહર ટેલર – એવો પત્થર વિશ્વમાં મળશે નહીં ડૉ. વિવેક મનહર ટેલર – છૂટ છે તને ડૉ. વિવેક મનહર ટેલર – કુંવારી નદીની તરસ ડૉ. વિવેક મનહર ટેલર – ગઝલ ડૉ. વિવેક મનહર ટેલર – મને આ સફર મળે ડૉ. વિવેક મનહર ટેલર – મળતી રહે ડૉ. વિવેક મનહર ટેલર – રોજ ડૉ. વિવેક મનહર ટેલર – જમુનાનાં જળ ડૉ. વિવેક મનહર ટેલર – નહિ રૂઠું ડૉ. વિવેક મનહર ટેલર – શબ્દ
(Dr. Vivek Tailor – Chhuti sakhu toe bus. Ghazal in Gujarati. Literature and art site)
Tags: ડૉ. વિવેક મનહર ટેલર
ડૉશ્રી વિવેકભાઈ અને તેમનો ગઝલ પ્રેમ અને માર્ગદર્શન,
સાહિત્ય રસિકો માટે સરસ ભાથુ છે.
રમેશ પટેલ(આકાશદીપ)
સરસ ગઝલ. ફરી માણવી ગમી.
chhuti ne kya bas thay 6 bhai .
સરસ ગઝલ.
સરસ ગઝલ.
અગલબગલમાંથી છૂટી શકાતું હોત તો !
સરસ ગઝલ
તારા વિશેનો માર્ગ તો સીધો છે, જાણું છું;
થોડો અગલબગલમાંથી છૂટી શકું તો બસ !
સરસ