બાવાના બેય બગડી ગયા એના પ્રેમમાં,
હરરાત એને જાય લઈ દુઃખના દેશમાં.
છોડીને જેને જેના માટે ખેલવા ગયો,
ખેલાડી ને એ ખેલ બધું ગુમ અંધેરમાં.
છે શાંત આસપાસ સકળ, ના કોઈ ચલન,
બસ નાદ અનાહતનો ઊઠે ખાલી પેટમાં.
કંકણ ખણકતા સૂણી કમંડળ મહીં ક્વચિત્,
ચીપિયો પછાડી બોલે- અલખ! આછા ઘેનમાં.
એને ભભૂતિનો જ હવે આશરો રહ્યો,
કંઈ કેટલીયે હૂંફ ઠરી હોય ચેહમાં.
૬-૧૨-૨૦૦૯
– પંચમ શુકલ
અન્ય રચનાઓ
પંચમ શુક્લ – એ હોય છે પંચમ શુક્લ – કોણે કીધું કે ગીત…? પંચમ શુક્લ – ખગ-વિવર્ણ-ખેવના પંચમ શુક્લ – ચક્કર નરાતાર… પંચમ શુક્લ – યુનિકોડ ઉદ્યોગ પંચમ શુક્લ – સંવનન એક ઉખાણું
(Pancham Shukla – Bawa na bae. Ghazal in Gujarati. Literature and art site)
Tags: પંચમ શુક્લ
સુંદર ગઝલ.. છંદ ક્યાંક પજવતો હોય એમ લાગે છે પણ લય જળવાઈ રર્હે છે…
આભાર વિવેકભાઈ. આ કાવ્યરચનાની ક્ષણે ‘ગાગા લગા લગાલ લગાગા લગા લગા’ છંદોલય હૃદયસ્થ હશે એવું આ ગઝલઘસુને લાગે છે.
કંકણ ખણકતા સૂણી કમંડળ મહીં ક્વચિત્,
ચીપિયો પછાડી બોલે- અલખ! આછા ઘેનમાં.
એને ભભૂતિનો જ હવે આશરો રહ્યો,
કંઈ કેટલીયે હૂંફ ઠરી હોય ચેહમાં.
સુંદર