પ્રફુલ્લ દવે – સાચું ખોટું રમીએ છીએ

સાચું ખોટું રમીએ છીએ,
ખાલી થાળી જમીએ છીએ.

ઠંડા શ્વાસો ભરીએ છીએ.
મન માંહે સમસમીએ છીએ.

ક્ષણ માંહે સળગીએ છીએ.
ધીમે ધીમે ઠરીએ છીએ.

ઘા લાગે તરફડીએ છીએ.
પણ મરવાથી ડરીએ છીએ.

કાચના ઘરમાં રહીએ છીએ.
રોજ અજમ્પો સહીએ છીએ.

કેવું કેવું જીવીએ છીએ.
હોઠને કેવા સીવીએ છીએ.

રોજ સરકતા સમયની સાથે,
કાળના મુખમાં સરીએ છીએ.

હર ઘટનામાં જન્મી જન્મી,
હર ઘટનામાં મરીએ છીએ.

          – પ્રફુલ્લ દવે (Praful Dave – Sacchu Khotu Ramiyae chhiyae. Ghazal in Gujarati. Literature and art site)

Tags :

3 thoughts on “પ્રફુલ્લ દવે – સાચું ખોટું રમીએ છીએ”

 1. શું આપ કલાકાર કે કલાગુરુ છો ?
  શું આપ ગાયક, સંગીત, ચિત્રકલા કે અન્ય કલા ના જાણકાર છો ?
  શું આપ આપની કલા ના કદરદાનોની શોધમાં છો ?
  શું આપ ભારતીય કલા અને કલાકારો ના સમૂહ માટે ની યોગ્ય Website ની શોધ માં છો

  તો ઇન્ડિયન આર્ટ અને આટીઁસ્ટ આપને માટે જ છે.

  ઇન્ડિયન આર્ટ અને આટીઁસ્ટ શું છે ?

  ઇન્ડિયન આર્ટ અને આટીઁસ્ટ એ સંગીતકલા , ચિત્રકલા, ગીતકારો, મહેદી કલા, કે અન્ય કલા માં રુચિ ધરાવતાં કલાકારો માટેની Website છે. ઇન્ડિયન આર્ટ અને આટીઁસ્ટનો મુખ્ય ઉદ્દેશ નવા કવિઓ, લેખકો, ગાયકો અને સંગીતકારોને યોગ્ય પ્લેટફૉર્મ પૂરું પાડવાનો છે. ભારતમાં શરૂ થયેલી ઇન્ડિયન આર્ટ અને આટીઁસ્ટની પ્રવૃત્તિઓ અત્યારે વિસ્તરીને ભારત તથા વિદેશમાં યુ.એસ.એ,યુ.કે.,ઑસ્ટ્રેલિયા સુધી પહોંચી ગઈ છે.આજના Internet ના આધુનિક યુગ માં જો કોઈ ને ભારતીય કલાકારોની કે કલાની માહિતી અથવાતો કાર્યક્રમો ની માહિતી જોઈતી હોય તો શું ને તે કયાથી મળે…? ઇન્ડિયન આર્ટ અને આટીઁસ્ટ નો ખ્ય ઉદેશ ભારતીય કલા અને કલાકારો ના સમૂહની માહીતી Internet ઉપર મળી રહે તેમજ કલાકારો ને યોગ્ય પ્લેટફૉર્મ મળી રહે તેજ છે.

  અમારો મુખીય હેતુ ભારતીય કલા/કલાકારો ના સમુદાય ને વિદેશ માં ઉજળી તક મળી રહે અને તેમની માહિતી વિદેશ માં રહેલા કલાપ્રેમીઓ સુધી પહોચે

  આપ સૌને ઇન્ડિયન આર્ટ અને આટીઁસ્ટ માં જોડાવા હાર્દિક આમંત્રણ છે.

  ઇન્ડિયન આર્ટ અને આટીઁસ્ટ મા જોડાવા માટે અહી કિલક કરો

  ૩,0૦,૦૦૦ થી પણ વધુ દર્શકગણ ધરાવતું
  145 થી પણ વધુ દેશોમાં પ્રચલિત
  640 થી વધુ ભારતીય શહેરો માં જોવાય છે
  550 થી પણ વધુ ભારતીય કલાઓનો સમુહ
  વિસરાતી જતી કલા અને કલાકારોને બચાવવાનો પ્રયાસ
  જે કલાકાર પોતાની પ્રતિભાને દુનિયા સમક્ષ મુકવા આતુર છે.
  જે કલાકાર પોતાની કલાને લઈને દર્શકો નો ” વાહ વાહ ” નો ઉદૂગાર સંભાળવા તરસી રહ્યો છે
  એવા કલાકરોને અમે આવકારીએ છીએ
  જો આપ આપની અમૂલ્ય ને અદભૂત કળા ને દુનિયા સમક્ષ પ્રસિદ્ધ કરવા માંગતા હો તો અમને જણાવો
  ભારતના કલાકારો પોતાની કલાની માહિતી Indian Art And Artists ઉપર FREE
  માં મૂકી શકે છે

  જો આપ Internet ના આધુનિક જમાનામાં આગળ વધવા માગતાં હો તો આપની વિશેષતાઓની માહિતી સાથે સંપર્ક કરો:

  Sarvang Shukla
  http://www.indianartandartists.com
  93275 81797 / 079-30027204

Comments are closed.

અન્ય રચનાઓ...