સોળમા આ સાલે જોબન ટહુકે રે !
જો ગુલાબી ગાલે જોબન ટહુકે રે !
આંખમાં છે સોણલા સો છુપાયા,
પાપણોની ઢાળે જોબન ટહુકે રે !
કેટલી અચરજ હશે એના હૈયે?
ઊર્મિના ઊછાળે જોબન ટહુકે રે !
રંગબે રંગી છે એના ઑરતા.
ફાગણીયા ફાલે જોબન ટહુકે રે !
લપસણી છે વાટ એને શૅ ટાળું?
દોડતી આ ચાલે જોબન ટહુકે રે !
કે સતત પડઘા પડે છે શા ચેતન?
કો અજાણ્યા તાલે જોબન ટહુકે રે !
- ચેતન ફ્રેમવાલા (Chetan Framewala. Joban tahuke re. Ghazal in Gujarati. Literature and art site)
Tags: ચેતન ફ્રેમવાલા
સોળમા આ સાલે જોબન ટહુકે રે !
જો ગુલાબી ગાલે જોબન ટહુકે રે !
સોળમા પાને પતંગિયું સળવળ્યું,
જીવવા માટે નવું બહાનું મળ્યું.
સુંદર
યાદ આવી
સોળમા આ સાલે જોબન ટહુકે રે !
જો ગુલાબી ગાલે જોબન ટહુકે રે !
બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે
અને તેવી જ આ શેરો લખેલી ડાયરીના ૧૬મા પાનની વાત
हो साथ अगर पहलू में इक मस्त-ए-शबाब
इक जाम हो और हाथ में शेरों की क़िताब
इक साज़ हो और साज़ पे गाती हो हसीना
बन जाए ये वीराना बहारों का जवाब
क़िताब-ए-माज़ी के औराक़ उलट के देख ज़रा,
न जाने कौन सा सफ़हा मुड़ा हुआ निकले !!!
જોબન ટહુકો ખૂબ ગમ્યો છે રે,જોબન ટહુકો ખૂબ ગમ્યો છે રે
કોઈ અજાણ્યા તાલે,ગુલાબી ગાલે,સોળમા સાલે ગમ્યો છે રે….
સરસ ગીતનુમા ગઝલ…
Enjoyed very nice Gazal!
Sudhir Patel.
very nice Gazal!
ચેતન ભાઈની ગઝલ એટલે તો..
વાહ! વાહ!…
બધા જ શેર સરસ થયા છે
[...] ચેતન ફ્રેમવાલા – જોબન ટહુકે રે ! [...]