
એક અણસારનો પડદો છે ને ઘર ખુલ્લું છે
રોજ બત્તીનો સમય છે અને અંધારું છે.
ભૂખરાં વાદળો સાથે કરો તારા-મૈત્રી
ક્યાં કોઇ ખાસ પ્રતીક્ષામાં ભીંજાવાનું છે
ખીણમાં રોજ ગબડવાનું છે ખુલ્લી આંખે
ને ફરી ટોચ સુધી એકલા ચડવાનું છે
કોઇ પછડાટ નહીં, વ્હાણ નહીં, ફીણ નહીં
સંગે-મરમરની લહેરોમાં તણાવાનું છે
આ નગરમાં તો સંબંધોના ધૂમાડા જ ખપે
અહીંયાં ઊર્મિ તો અગરબત્તીનું અજવાળું છે.
– જવાહર બક્ષી
અન્ય રચનાઓ
જવાહર બક્ષી – ન કર જવાહર બક્ષી – ફરી ન છૂટવાનું બળ
(Jawahar Bakshi – Ek aansar no padado chhe. Ghazal in Gujarati. Literature and art site)
Tags: જવાહર બક્ષી
Sir, this is great service to a language that I feel that very few people in even my generation can read, write and appreciate.
Do you have access to a poem I remember from a few years ago, that had the following lines in it:
ક્યાં ખોવાયું બાળપણ મારું
ક્યાંકથી શોધી કાઢો,
મીઠા મીઠા સ્વપ્નોની એ દુનિયા પાછી આપો.
મોટર બંગલા લઇ લો પાછા,
લઇ લો વૈભવ પાછો,
પેન-લખોટી-ચાકનાં ટુકડા મુજને પાછા આપો.
Thank you very much.
absolute beauty!!!
કોઇ પછડાટ નહીં, વ્હાણ નહીં, ફીણ નહીં
સંગે-મરમરની લહેરોમાં તણાવાનું છે
યાદ્
જીસકા દિલ થા સંગે મરમર
ઉનકે સંગ મરમર ગયે
ખુબ જ સરસ,,,