
ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઇ
પ્રસંગ, નહિ તો મિલનના જતા કરે કોઇ
મને ઘણાય તમારો સંબંધ પૂછે છે
તમારી પણ કદી એવી દશા કરે કોઇ
તમારી પાસ જવાની નથી થતી ઇચ્છા
મને ફરીથી જવાની મના કરે કોઇ
ભલે અવાજની ક્ષિતીજમાં જઇ ન શકાય
વિચારને તો જતા – આવતા કરે કોઇ
કોઇ નજીક નથી – એ વિષે હું કૈં ન કહું
આ સંકડાશ વિષે સ્પષ્ટતા કરે કોઇ
ગુન્હા કર્યા તો ‘ફના’ મેં ગુન્હા તમારા કર્યા
મને એ માન્ય નથી કે સજા કરે કોઈ.
– જવાહર બક્ષી
જવાહર બક્ષી – ન કર
(Jawahar Bakshi – Fari n chhutavanu baal. Ghazal in Gujarati. Literature and art site)
Tags: જવાહર બક્ષી
wow….મને ઘણાય તમારો સંબંધ પૂછે છે
તમારી પણ કદી એવી દશા કરે કોઇ….awsome lines,,, ફક્ત પહેલી ચાર લીટી ઓ વાચી ને જ કોમેન્ટ ટાઈપ કરવા બેઠી છું…really gud 1
Enjoyed very fine Gazal of Baxi again here.
Sudhir Patel.
વાહ .. વાહ… સુંદર સંતર્પક ગઝલ… બધા શેર સરસ થયા છે… અવાજની ક્ષિતિજમાં જવાનું કલ્પન ખૂબ જ ગમી ગયું… અને છેલ્લો શેર તો જાણે મારો પોતીકો!!
Wow….મને ઘણાય તમારો સંબંધ પૂછે છે
તમારી પણ કદી એવી દશા કરે કોઇ…..ખુબ જ સુંદર
મને ઘણાય તમારો સંબંધ પૂછે છે
તમારી પણ કદી એવી દશા કરે કોઇ….ખુબ જ સુંદર
મને ઘણાય તમારો સંબંધ પૂછે છે
તમારી પણ કદી એવી દશા કરે કોઇ…really good
બહુજ સરસ્….ફરી ફરી વાચવી અને સાભળવી ગમે તેવી ગઝલ્…….
બક્ષીસાહેબની આગવી છટા….દિલ ખુશ થઈ જાય એવી ગઝલ.
khub saras gazal che..