મંગળ રાઠોડ – કવિ

સવારે
સૂર્ય આવીને
મારી બારીએ
મળી જાય છે મને.
સાંજના કહી જાય છે
શુભરાત્રિ!
રાત્રે
ચંદ્ર આવીને
કરી જાય છે ડોકિયું
મારી બારીએ.
પૂછી જાય છે
ખબરઅંતર
કોઈ
ફૂલ આપી જાય છે
આપી જાય છે સુગંધ.
ટહુકી જાય છે પંખી.
કોઈ સ્મિત આપી જાય છે.
કોઈ ગીત આપી જાય છે.

આપી જાય છે કવિતા!

કદીય
એકલો હોતો નથી કવિ!

          – મંગળ રાઠોડ (Mangal Rathod – Kavi. Kavita in Gujarati. Literature and art site)

Tags:

9 Responses to “મંગળ રાઠોડ – કવિ”

 1. વાહ… સરસ કવિતા….

 2. Sudhir Patel says:

  Very nice poem with full of feelings!
  Sudhir Patel,.

 3. અસલ મંગળ રાઠોડ વંચાતો નથી આ કાવ્યમાં એની સર્જન શક્તિ આનાથી વિષેશ
  છે….

 4. pragnaju says:

  કોઈ
  ફૂલ આપી જાય છે
  આપી જાય છે સુગંધ.
  ટહુકી જાય છે પંખી.
  કોઈ સ્મિત આપી જાય છે.
  કોઈ ગીત આપી જાય છે.

  આપી જાય છે કવિતા!

  કદીય
  એકલો હોતો નથી કવિ!
  સરસ

 5. poonam says:

  superb…..
  hats of mangal sir !!!!!

 6. Sandeep says:

  મંગળભાઈ નસીબદાર છો.

  હું તો મુંબઈનો માણુસ.

  સવારેય સૂર્ય આવતો નથી
  મારી બારીએ
  બસ ટ્યુબલાઈટના પ્રકાશમાં
  મારો દિવસ ઉગે છે.

  રાતના ટહુકો કરતો નથી
  ચન્દ્રમા મારી બારીએ
  બસ હજારો મકાનોની
  લાઈટો દેખાય છે ચોતરફ.

  ન ઝાડ દેખાય છે ન ફૂલો
  રેલ્વેના પાટા પર
  ફેલાઈ રહી છે દુર્ગંધ.

  ચકલીઓ છોડી ગઈ છે
  આ શહેરને હવે
  સંગીત વહે છે ફક્ત લાઉડસ્પીકરોમાં.

  શું કહું? થઈ ગયો છે એકલો
  આ મુંબઈનો ભીખાજીરાવ કરોડપતિ!

 7. dipak solanki says:

  dil garden garden …


 8. કદીય
  એકલો હોતો નથી કવિ!

  વાહ .. ક્યા બાત હૈ ..