‘ઝાઝી’ ચિરાગ ઝા – ગઝલ લાગતી રહે

ઈચ્છાઓ ધારદાર નવી આવતી રહે,
સામે છે મોત, તોય સતત ચાલતી રહે.

જાહેરમાં સવાલ મને જે કરે સતત,
અંદર રહી જવાબ નવા આપતી રહે.

એના વિષે વિચાર ઘણા આવશે મને,
હું એકલો છું, એવું છતાં ધારતી રહે.

આ બાજુ એક વાર તમે જોઈ લો સખી,
અથવા તો?, અન્ય કોઈ પછી ચાહતી રહે?.

લય, તાલ, છંદ, રાગ, વિષે જાણતી નથી,
ને તોય રાત રોજ ગઝલ ઢાળતી રહે.

ચાદર સફેદ પાથરી સૂઈ ગઈ સખી,
ગુલઝારની મને એ ગઝલ લાગતી રહે.

(છંદ: ગાગાલ ગાલ ગાલ લગા ગાલગા લગા)

          – ‘ઝાઝી’ ચિરાગ ઝા(Chirag Jha Zazi. Ghazal lagti rahae. Ghazal in Gujarati. Literature and art site)

Tags :
અન્ય રચનાઓ...
‘ઝાઝી’ ચિરાગ ઝા – ગઝલ તો દ્રૌપદીની વેદનામાં
‘ઝાઝી’ ચિરાગ ઝા – કાગળ
‘ઝાઝી’ ચિરાગ ઝા – તમારા વિચારો બરાબર નથી