(ખાસ પંચમ શુકલને આભારી છીએ આ ગઝલ મોકલવા બદલ)
ઈચ્છાની આપમેળે એણે દડી ઉછાળી,
બહુ એકલો હતો એ ને પાડવીતી તાળી.
મૂળ શબ્દ ઊપન્યો કે તણખો કીઘો અફાળી,
કંઈયે હતું નહીં ત્યાં દીધું બધું ઉજાળી.
કૂંપળ થઈને કોળ્યો, ઝૂલ્યો થઈને ડાળી,
ફલછોડ થઇને આખર મઘમઘ થયો છે માળી.
કરતાઅકરતાબંને છે, ને નથી કશું યે,
વીંટળાઈ ખુદ રહ્યો છે, છે ખુદ રહ્યો વીંટાળી.
અંદર ભરાઈ સઘળે મલકે છે મીઠું મીઠું,
કેવો ગતકડું એનું ખુશ થાય છે નીહાળી.
- રાજેન્દ્ર શુકલ (Rajendra Shukla Iichha ni aap maal. Ghazal news in Gujarati. Literature and art site)
dear sir
i am read yor web so nice
This ghazal is about what we call as origin of life. જીવ અને શિવનું ઐક્ય અથવા તો ઈશ્ર્વરીય લીલા. નાદ બ્રહ્મની ઉત્પત્તી.વેદાંતનો સાર. દ્વૈત-અદ્વૈતની અસમંજસ!