નરસિંહ મેહતા – અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
   જુજવે રૂપ અનંત ભાસે;
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,
   શૂન્યમાં શબ્દ થઇ વેદ વાસે,
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ …

પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા,
   વ્રક્ષ્ર થઇ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને,
    શિવ થકી જીવ થયો એ જ આશે,
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ …

વેદ તો એમ વદે શ્રુતિ-સ્મ્રતિ સાખ દે,
    કનક કુંડલ વિષે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં,
   અંતે તો હેમનું હેમ હોયે,
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ …

વ્રક્ષમાં બીજ તું, બીજમાં વ્રક્ષ્ર તું,
   જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈયો એ જ મન તણી શોધના,
    પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે,
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ …

      -નરસિંહ મહેતા સાંભળો (click to listen)(Narsi Mehta – Akhil Bhraman ma. Poems in Gujarati. Literature and art site)

8 Responses to “નરસિંહ મેહતા – અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ”

  1. Tushar says:

    Khub j sunder . . . dhanyawad tamne aa Gujarati blog mate . . .

    Hu ek Gujarati geet sodhi rahyo chu pan maltu nathi . . . ‘aandhadi ma no kagad’ – jo shakya hoy to moklavjo athva tamara blog ma prastut karjo…
    -TD

  2. Abhay Patel says:

    Guju blog brings back old memories….

    …..It is like being inside (after ages) one of the favourite old room at the end of my old village home in Gujarat …… Thank you!!!

  3. તૂષાર says:

    હવે પછી વૈશ્ણવ જન તૉ મૂકો !

  4. S. Vyas says:

    Could you also please post one more Prabhatiyun ( I think it’s by Narsinh Mehta)– jaagne jaadava krushna govaliya, tujh vina dhen maan kon jaashe…?
    I am not able to find it on the web and would love to read it in its entirety. Many thanks.

  5. Vinod Desai says:

    Excellent!!
    I like this one as the best of the great saint Narsinh Mehta.
    Could U also publish poems of saints like Akho–Akhana Chaabkhaa.

  6. [...] પવન તું , પાણી તું, ભૂમિ તું  ભૂધરા વૃક્ષ થઇ ફૂલી રહ્યો આકાશે. – નરસિંહ મહેતા [...]

  7. CHIRAG SOLANKI says:

    MARI SHALA NI YADO TAJI TAI GAI..

  8. Saurin says:

    narsigh maheta na bhajano badhaa j KHUB J saras che anee ek ek goti goti ne muko ..badha j ek jaiya e … khu b j saras website che. Zaverchand Meghani na pan bahda j collection muko….j vanche ene e VEER banave che zaver chand megani etale megani…!!

Leave a Reply