સ્નેહરશ્મિ – વતન

(ખાસ જાગૃતિબહેનના આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)

આવ્યો વ્હાલે વતન હરખે, દીર્ઘ કૈં વર્ષ વીત્યે,
દોડ્યો જોવા પરિચિત બધાં સ્થાન સૌ બાલ્ય કેરાં
જોયો વ્હાલો વડ જહીં રમ્યો આંબલીપીપળી તે
નાનુ, હલ્લુ, રતુ રમણની સાથ, ને જીર્ણ દેરાં -
પૂછે તને અપરિચિત શાં ‘કોણ તું ? કેમ આવ્યો ?’
હૈયું દુભ્યું; મુખ પડી ગયું, જાગિયા કંપ પ્રાણે -
જાણે તને વદન, વતને હા ! તમાચો લગાવ્યો.

         - સ્નેહરશ્મિ (Sneharism – Vatan . Kavita in Gujarati. Literature and art site)

One Response to “સ્નેહરશ્મિ – વતન”

  1. વિવેક says:

    સ્નેહરશ્મિ ખાસ કરીને જાણીતા છે એમના હાઈકૂ માટે. હાઈકૂ એ 17 અક્ષરનો જાપાની કાવ્યપ્રકાર છે જે 5-7-5 અક્ષરો વાળી ત્રણ પંક્તિનું બંધારણ ધરાવે છે.

    વિવેક.

Leave a Reply