ઇન્દુલાલ ગાંધી – આંધળી માનો કાગળ

(ખાસ જાગૃતિબહેનના આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)

અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત,
                  ગગો એનો મુંબઇ કામે;
                  ગીગુભાઇ નાગજી નામે.
લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ
કાગળની એક ચબરખી પણ, તને મળી નથી ભાઇ !
                  સમાચાર સાંભળી તારા,
                  રોવું મારે કેટલા દ્હાડા ?

ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દાડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
                  નિત નવાં લૂગડાં પ્હેરે
                  પાણી જેમ પઇસા વેરે.
હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચી-ખૂટનું માપ,
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી, બાપ !
                  કાયા તારી રાખજે રૂડી,
                  ગરીબની ઇ જ છે મૂડી.
ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,
                  તારે પકવાનનું ભાણું,
                  મારે નિત જારનું ખાણું.
દેખતી તે દી દળણાં-પાણી કરતી ઠામેઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
                  તારે ગામ વીજળીદીવા,
                  મારે આંહીં અંધારાં પીવાં.
લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.
                  હવે નથી જીવવા આરો,
                  આવ્યો ભીખ માગવા વારો.

દેખતા દીકરાનો જવાબ

         - ઇન્દુલાલ ગાંધી(Indulal Gandhi – Aandhali Maa no kagal. Poems in Gujarati. Literature and art site)

15 Responses to “ઇન્દુલાલ ગાંધી – આંધળી માનો કાગળ”

  1. Abdul F Khatri says:

    Very touching. But a reality too.

  2. Nanubhai Akbari says:

    I am glad to find this poem which I liked very much.
    I think there is also a poem answering this letter of Andhali Maa.
    If you could find it please let me know.
    Thanks again
    Nanubhai

  3. Nanubhai Akbari says:

    I think Andhali Maa has also received a letter written by her son. Do any one know about it ?

  4. Rupal says:

    A heart touching effect with every word I read.

    Yes. There is a letter is also there from son corresponding to this poetry.

  5. manvant says:

    મારી પાસે દીકરાનો માને જવાબ કાવ્ય સાચવેલું છે તે એસ.વીને મોકલી આપીશ .
    કાવ્ય સૌને ગમે તેવું જરૂર છે જ !આ કાવ્ય રજૂ કરવા બદલ એસ.વેનો આભાર !

  6. Sheth Arvind says:

    Please let me have the response from aandhali maa’sa son-Gigubha Nagji.

  7. adarsh says:

    Very impressive website. I used to listen this song in past when
    radio was only source. Radio days were also golden. When are you
    posting the reply of the son to the mother. ( I think I heard it but
    do not recollect the words ). Whoever has it, Please post it soon.

    someone have old lok geet lines are as follows ( may be 60-70 years old )
    Ame gamada na manav chhi a, O bhai ame gamada na manav chhi a

  8. કામયોગી says:

    “મારી પાસે દીકરાનો માને જવાબ કાવ્ય સાચવેલું છે તે એસ.વીને મોકલી આપીશ .
    કાવ્ય સૌને ગમે તેવું જરૂર છે જ !આ કાવ્ય રજૂ કરવા બદલ એસ.વેનો આભાર !”

    દીકરાના જવાબની લીંક કોઈ ચિંધશો?

  9. Nanubhai says:

    Thank you for your response to my request for Dikrano Andhlimane jawab.
    Please keep up the good work.

  10. Jignesh says:

    Hi, i am looking for mp3 of “Andhali Maa no Kagal”, if you have any link from where i can download, kindly provide me. I am very much interested in gujarat bhajan, songs and poems.

    Thanks,

    Jignesh

  11. Hiral says:

    This poem is ecellent and real truth , if possible if someone could help me with this poem in mp3 format.

    Thanks

    Hiral

  12. RAJESH A. JASANI says:

    This poem is always touching. Even I have heard it when I was small; hearing is even better. Can anybody please send me the link to download this poem in MP3 or video format? my email id is rajeshjasani@yahoo.com

Leave a Reply