નયન દેસાઈ – લંબચોરસ ઓરડામાં

(ખાસ ડૉ. વૈશાલી વિવેક ટેલરના આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)

લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે,
વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે.

શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું,
હરક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે.

ચાલ, સંબંધોનું કોઈ કણમાપક શોધીએ,
કે, હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે.

આરજૂના કાટખૂણે જિંદગી તૂટી પડે -
ને પછી એ મોતનાં બિંદુ સુધી લંબાય છે.

બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.

         - નયન દેસાઈ(Nayan Desai. Lambchoras orda ma. Poems in Gujarati. Literature and art site)

7 Responses to “નયન દેસાઈ – લંબચોરસ ઓરડામાં”

  1. Mohammedali "wafa" says:

    “‘બે સમાંતર રેખની વચ્ચે હુઁ અવકાશ છુઁ.
    શૂન્યતાની સાંકળો મારા વડે બઁધાય છે.”
    -ખૂબ સુઁદર
    તુસદા વહેતી રહી રાખી કિનારા ને જુદા,
    મારો પ્રણય સેતુ બન્યો જો તુ હવે સઁધાય છે.
    “વફા’
    (ગાગાલગા,ગાલગાગા,ગાલગાગા,ગાલગા)

    (મુસતફઇલુન, ફાઇલાતુન, ફાઇલાતુન,ફાઇલુન)

    રમલ મહઝૂફ છઁદ(15 અક્ષરી) નોઁધ: આ મારા શેર નો છઁદ છે-:વફા”

  2. "પતંગ" says:

    ચાલ, સંબંધોનું કોઈ કણમાપક શોધીએ,
    કે, હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે.

    —આ પંક્તિ ખૂબ સુન્દર છે.

  3. anjali says:

    Namstay dosto aatlu saras kavyo nu sampadan joi -vanchi anahad anand thayo aajni net ane web ni pedhi aa sathan no aavo sunder sad upyog kare to kon ke chhe ke aapni gujrati bhasha khatam thai jase? are… eto vadhu ane vadhu pangarse e bemat vat chhe mari hardik subhchha aa bolg sampadak ane e sathe jodayela tamam ne…..

  4. ચાલ, સંબંધોનું કોઈ કોણમાપક શોધીએ,
    કે, હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે.

    આ બંને પંક્તિઓ ખૂબ જ ગમી..ધન્યવાદ

  5. [...] આજે ગૌરાંગભાઈનું એક તરોતાજા ગાણિતીક ગીત. આખા વિશ્વમાં છાંયડો કરવા કેટલી ડાળ જોઈશે એટલી સમજણ જેટલું ઝાડત્વ પણ આપણામાં ઊગી નીકળે તો સંસાર સ્વર્ગ બની જાય. ગીત ખૂબ જ સાહજિક છે એટલે વધુ પિષ્ટપેષણ નહીં કરું પણ આ સંદર્ભમાં નયન દેસાઈની ભૌમિતિક ગઝલ અને ગઝલ પ્રમેય જોવા જેવી રચનાઓ છે. [...]

  6. Abhishek Desai says:

    NAYANKAKA,

    I HAVE NO OTHER WORDS EXCEPT “SIMPLY SUPERB.”

    YOUR FAN & STUDENT

    ABHISHEK DESAI

  7. Maulin Bhatt says:

    Nayan Kaka,

    Awesome, Simply The Best.

    I want your gazal manas urfe, reti urfe i have dynamic voice to play this gazal and i want but i have lost everyting on this topic so can u send me this gazal? or tell me the site name where can i download it?

Leave a Reply