પવનકુમાર જૈન – સામગ્રી

સામગ્રી : બોરસલીના ફૂલની
તોલો એક સુગંધમાં મીણબત્તીનો
પ્રકાશ બે રત્તી, ઇસુ ખ્રિસ્તના
લોહીની ઇમેજ ત્રણ માસા,
વાટેલા સમુદ્રનો અવાજ
જોઇએ એટલા પ્રમાણમાં,
બે ચમચી પ્રેમનો રસ.
બધું ઘણી છેકાછેક પછી
જ્યારે છંદબદ્ધ
થાય ત્યારે ધીમા અને
માંદલા અવાજે હૉલમાં
વાંચવું.
આજે જ કરી જુઓ.
અસર ઘણી અણધારી
થશે.

         - પવનકુમાર જૈન(PawanKumar Jain. Samagri. Kavita in Gujarati. Literature and art site)

One Response to “પવનકુમાર જૈન – સામગ્રી”

  1. manvant patel says:

    કવિશ્રી ધંધે વૈદ્ય લાગે છે હો ! રેસિપી સારી આપી છે ! અભિનંદન !

Leave a Reply