લાગે છે તેથી ભાર ને ધીમો પ્રવાસ છે,
ઓ જિંદગાની તારા હજારો લિબાસ છે.
બે ચાર શ્વાસ લેવાના ત્યાં શું પસંદગી?
અમને તો જે જગતની હવા હો એ રાસ છે.
આવો નહીં નજીક મગર દૂર તો રહો,
મૃગજળને પી શકું છું હવે એવી પ્યાસ છે.
જો જો તમે એ જ થવાનું ફરી ફરી,
હમણાં ભલે કહું છું આ આખર પ્રયાસ છે.
સિદ્ધિ મળી જ્યાં એક ત્યાં લાખો દિશાઓ ખૂલી,
કોને ખબર કે મારો ક્યાં સુધી વિકાસ છે!
આવો તમે કે મારા નયનને જીવન મળે,
દર્શન તમારા એ જ તો આંખોના શ્વાસ છે.
લાગે છે તે વખત મને એકાંતની કદર
જ્યારે હું જોઉં છું કે બધા આસપાસ છે.
એ તો મળી ગયાં હવે સાચવવાં જોઇએ,
મંઝિલ છે હાથમાં છતાં ચાલુ પ્રવાસ છે.
થઇને હતાશ જોયું જો ઉપર અમે ‘મરીઝ’,
ત્યારે ખબર પડી કે ગગન પણ ઉદાસ છે.
- મરીઝ (Mariz. APravas chhe. Kavita in Gujarati. Literature and art site)
બે ચાર શ્વાસ લેવાના ત્યાં શું પસંદગી?
અમને તો જે જગતની હવા હો એ રાસ છે.
આવો નહીં નજીક મગર દૂર તો રહો,
મૃગજળને પી શકું છું હવે એવી પ્યાસ છે.
બહુ જ સરસ પંક્તિઓ ગુજરાતના ગાલીબની.
રાસની જગ્યાએ રાઝ હોય તો વધારે સારો અર્થ બેસે છે. મૂળ કૃતિમાં ચેક કરી જોજો.
મૂળ કૃતિ ચકાસવાની જરૂર જ નથી, સુરેશભાઈ ! આ શેરમાં કોઈ રાઝ અર્થાત રહસ્યની વાત જ ક્યાં છે? રાસ આવવું એટલે માફક આવવું. દુનિયાની કોઈપણ પ્રકારની હવા અમને તો માફક આવી જ જશે એની વાત ખૂબ જ નજાકતથી કરી છે અને આપણને ઉપરવાળાએ પસંદગીને અવકાશ જ નથી આપ્યો એ વાત પણ કેટલી મસૃણતાથી કરી દીધી છે ! બીજી વાત, આ ગઝલનો કાફિયો ‘આસ’ બંધારણ ધરાવે છે અને મરીઝ કાફિયાની પસંદગીમાં થાપ ખાય એ બની શકે ખરું?
સુંદર ગઝલ… આભાર, એસ.વી.!
અભાર વિવેક.
ગુજરાતના ગાલિબની કેટલીયે સુંદર ગઝલોમાંની જ આ પણ એક છે…. આભાર.
“ઊર્મિ સાગર”
http://urmi.wordpress.com
[...] – # ગળતું જામ છે : # હું ક્યાં કહું છું : # પ્રવાસ [...]
[...] ‘મરીઝ’ ની પૂણ્યતિથી - 1983 : મુંબાઇ ” જીવન કે મરણ હો એ બન્ને સ્થીતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે. જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન તો ગયું છે સહારે સહારે.” - જીવનઝાંખી : રચનાઓ : પ્રવાસ છે [...]
khare khar yadgar shabdo