અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.
લૂમાં તરતો ઘોર ઊનાળો
અમે ઉઘાડે ડિલે,
ઓગળતી કાયાના ટીપાં
કમળપાંદડી ઝીલે,
ખરતા પીંછે પછડાતી બપ્પોર મૂકીને નીકળ્યા !
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.
લીલા-સૂકા જંગલ વચ્ચે
કાબરચીતરા રહીએ,
નભમાં ઊડતાં સાંજ પડે તો
સોનલવરણાં થઈએ,
રાત પડે ને ડાળ ઉપરથી કોયલ થઈને ટહુક્યાં
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.
– અનિલ જોશી(Anil Joshi – Aame Baraf na Pankhi. Poems in Gujarati. Literature and art site)
nice wording by shree anil joshi.
પ્રિય એસ.વી.,
એક વાત જે મેં નોંધી છે, કદાચ અન્ય મિત્રોની નજરે ચડી નથી. છેલ્લા ઘણા મહિનાથી અનિયમિત રીતે આ બ્લોગ અપડેટ થતો હતો…. પણ
સોળ જુલાઈથી અહીં રોજ એક નવી કૃતિ વાંચવા મળે છે…આ મેદાનમાં આ બ્લોગ સૌથી જૂનો ખેલાડી છે અને એટલે જ આ બ્લોગ નિયમિત ધોરણે સક્રિય બને ત્યારે જે ભાવ હૃદયમાં ઊમટે છે એને કદાચ સ્ત્રીની આંખ મળે તો આપણે હર્ષાશ્રુ જ કહીએ…. અભિનંદન, એસ.વી…. બસ, લગે રહો!
ટહુકાની મિઠાશ કાનને તરબતર કરી દે છે !
બરફનાં પંખી! ટહુકે ટહુકે પીગળ્યાં !
સર્વશ્રી જોશી ,એસ .વી .નો આભાર !
[...] કવિ શ્રી અનિલ જોશી ( જન્મ : 28 જુલાઇ,1940 )ની બીજી રચનાઓ : ગીત ( મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી ) અમે બરફના પંખી પહેલા વરસાદનો છાંટો કન્યા-વિદાય દીકરી વ્હાલનો દરિયો… [...]

બહુ સરસ