આપણા સંબંધના ઇતિહાસનો આ સાર છે
પાણીની સમજણ નથી ને વ્હાણનો આકાર છે.
આ વખત પણ પીઠ પર બેસી ગયો પાછો પવન
આપણો તો આ વખત પણ વ્હાણનો અવતાર છે.
છિદ્રવાળા વ્હાણમાંથી શું વજન ઓછું કરું ?
જીવવાની વૃત્તિનો સહુથી વધારે ભાર છે.
પાણીની પૂરી પરખ ને ઝાંઝવાં તરવાં પડે
કેમ સમજાવું તને, કે, વ્હાણ છે, લાચાર છે.
ડૂબતા ‘ઇર્શાદ’ની ચારે તરફ આજેય તે
એક શું, પાણી ભરેલાં વ્હાણ, અપરંપાર છે.
- ચિનુ મોદી “ઇર્શાદ”(Chinnu Modi- Aapna sambandh . Ghazal in Gujarati. Literature and art site)
ચિનુ મોદીની વ્હાણને કેન્દ્રમાં રાખીને લખાયેલી સંબંધો વિશેની આ ગઝલ યોગ્યરીતે ઘણી જ પ્રસિદ્ધિ પણ પામી છે. ઉપરથી વાંચીને આગળ ચાલ્યા જવાય એવી નથી આ ગઝલ. દરેક શેર પાસે થોડું અટકીશું તો આખું જીવન અહીંથી મળી શકે છે….. આભાર, એસ.વી….
[...] - 4 - : - 5 - : - 6 - : - 7 – [...]