નાનકડી કોતરોથી નદીઓ સરી પડે છે
મામૂલી એક ઘટના બહુ વિસ્તરી પડે છે.
લાચારી પણ ખરી છે, હદથી વધી ગઇ છે.
કોઇ વઢે એ પહેલા, એ કરગરી પડે છે.
છે લાગણીઓ ઓછી ને માગણીઓ ઝાઝી
અહીં કોણ કોના માટે સાચે મરી પડે છે?
એવી બને છે ઘટના કે ખિન્ન થઇ જવાતું
પીંછાની સાથે આખું પંખી ખરી પડે છે.
હું ગોઠવું છું પુસ્તકની જેમ જિંદગીને
અભરાઇએથી તો પણ ફરી ફરી પડે છે.
– હિતેન આનંદપરા (Hiten Anandpara. naanakadi kotaro thi nadee sari padae chhe. Ghazal in Gujarati. Literature and art site)
જિંદગીની વાસ્તવિકતાનું સુંદર નિરૂપણ.
કયા કવિએ લખી છે તે યાદ નથી , પણ નીચેની પંક્તિઓ યાદ આવી ગઇ.
‘માનવ જીવનની ઘટમાળ એવી,
દુઃખ પ્રધાન, સુખ અલ્પ થકી ભરેલી.’
કદાચ આ જ કવિની બીજી રચના છે જેનું સ્વરાંકન અમદાવાદના શ્યામલ- સૌમિલ મુન્શીએ બહુ જ સુંદર લયમાં કર્યું છે, તેની ધ્રુવ પંક્તિ છે :-
‘………ત્યારે સાળું લાગી આવે.’
તમારી પાસે તે હોય તો પોસ્ટ કરજો.
છે લાગણીઓ ઓછી ને માગણીઓ ઝાઝી
અહીં કોણ કોના માટે સાચે મરી પડે છે?
આજના જમાનાનું એક કડવું સત્ય!!
Simply amazing and truthful!
સુંદર ગઝલ…લાગણી ને અનુરૂપ છંદઃ
ગાગા લગા લગાગા; ગાગા લગા લગાગા,
ગાગા લગા લગાગા; ગાગા લગા લગાગા.
માત્રા કે અક્ષરમેળ સાથે મારે કંઇ જ
લેવાદેવા નથી.મારે તો સીધીસટ વાત !
ઊર્મિસાગરના લખાણ સાથે હું સંમત છું.
છંદને જગતમાં કેટલા ઓળખે ને જાણે છે ?
દા.ત.લ=લઘુ;અને ગા=ગુરુ !(સ્વર અને
વ્યંજન).કાવ્ય સરસ છે આભાર !
આ કાવ્ય કયા છંદમાં છે ?
Really Nice Gazal….
[...] ‘બસ, રૂપસિંહ, બસ! આ કિસ્મત નથી, પણ કપટ છે. હવે મને બધું સ્પષ્ટ દેખાય છે. પહેલી બે પ્રેગ્નન્સી વખતે પણ જો બેબીનો રિપોર્ટ આવ્યો હોત તો તમે ગર્ભપાત કરાવી નાખ્યો હોત! તમારા વડવાઓએ કદાચ દીકરીઓને દૂધપીતી કરી હશે. તમારી સાત પેઢી નહીં પણ આવનારી એકોતેર પેઢીઓમાં એક પણ દીકરી નહીં જન્મે! અને જો જન્મશે તો જીવશે નહીં!’ (શીર્ષક પંકિત: હિતેન આનંદપરા) Source: દિવ્યભાસ્કર [...]